માળીયા હાટીના અને મેંદરડામાં વિદેશી દારૂના દરોડામાં ત્રણની ધરપકડ

માળીયા હાટીનામાં વિદેશી દારૂના દરોડામાં અન્ય એક આરોપી ફરાર

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં દારૂની બદી ઉપર કડક અંકુશ લગાવવા પોલીસ કમર કસી રહી છે. ત્યારે ગઈકાલે જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને મેંદરડામાં વિદેશી દારૂના દરોડામાં પોલીસે ત્રણની ધરપકડ કરી હતી. જ્યારે માળીયા હાટીનામાં વિદેશી દારૂના દરોડામાં અન્ય એક આરોપી ફરાર થઈ ગયો હતો.

માળીયા (હા) પોલીસે ગઈકાલે બાતમીના આધારે ભંડુરી ગામે ઓવર બ્રીઝ પાસે માળીયા હાટીના નજીક દરોડો પાડી આરોપી હિરેનભાઇ પ્રફુલભાઇ સેજપાલને પોતાના રહેણાંક મકાનમાથી ઈંગ્લીશ દારૂના રોયલ ક્લાસીક વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ના પેપર પાઉચ 42.8% વી.વી. ની ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લીની કંપનીશીલ પેક પેપર પાઉચની પેટી નંગ-૮ કુલ ચપટા નંગ ૩૮૪ કિ.રૂ.૩૮૪૦૦ તથા બ્લેંડર પ્રાઇડ રેર પ્રીમીયમ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની 75 પ્રુફ 42.8% વી.વી. ની ફોર સેલ ઇન યુ.ટી. ઓફ દાદરા નગર હવેલી એન્ડ દમણ એન્ડ દિવ ઓન્લી લખેલ કાચની શિલપેક બોટલ નંગ- ૧૦ કિ.રૂ. ૪૦૦૦ તેમજ રોયલસ્ટગ ક્લાસીક વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની 75 પ્રુફ 42.8% વી.વી. ની ફોર સેલ ઇન યુ.ટી. ઓફ દાદરા નગર હવેલી એન્ડ દમણ એન્ડ દિવ ઓન્લી લખેલ કાચની શિલપેક બોટલ નંગ- ૦૪ કિ.રૂ. ૧૬૦૦ તથા મો.ફોન.- ૦૧ કી.રૂ. ૫૦૦ એમ મળી કુલ. કી.રૂ.૪૪.૫૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.જ્યારે હાજર નહી મળી આવેલ પ્રફુલભાઇ લલીતભાઇ તન્નાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

બીજા દરોડામાં મેંદરડા પોલીસે ગઈકાલે બાતમીના આધારે સાસણ ગામ પાસે બાઇકમાં દારૂ લઈને નીકળેલા તાલીબ ઇસ્માલભાઇ પરમાર, સાજીદભાઇ અમીનભાઇ શેખને જી.જે.-૦૩-બી.એમ.-૩૧૬૯ નંબરના બાઈકમાં ઈંગ્લીશ દારૂ બોટલ નંગ-૦૨ કિ.રૂ. ૮૦૦ તથા મો.ફોન એક કિ.રૂ.૩૦૦૦ તથા હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મો.સા. કિ.રૂ.૧૫,૦૦૦ એમ કુલ કિ.રૂ.૧૮,૮૦૦ નાં પ્રોહી મુદામાલ સાથે ઝડપી લીધા હતા.