વિસાવદરના ખોડીયારપરામાં જુગાર રમતી ત્રણ મહિલા સહિત ચાર ઝડપાયા

જૂનાગઢ : વિસાવદર પોલીસે ગઈકાલે બાતમીના આધારે વિસાવદરના ખોડીયારપરામાં જાહેરમાં પૈસા પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તી નામનો જુગાર રમતા આરોપીઓ અબ્દુલભાઇ હકીભભાઈ બ્લોચ, શારદાબેન હરીભાઇ પરમાર, ધનીબેન ઉર્ફે લક્ષ્મીબેન શાંતીલાલ ગજેરા, પાયલબેન શાંતીલાલ ગજેરાને કુલ રોકડા રૂ.૧૦૨૬૦ તથા એક બાઈક જેની કિંમત રૂપીયા ૧૦,૦૦૦/ મળી કુલ કિ.રૂ ૨૦,૨૬૦ના જુગારના સાહિત્ય સાથે ઝડપી લીધા હતા.