દીકરાને મારવાની ના પાડતા માતા પર પણ નિર્લજ્જ હુમલો

વંથલીના નવાગામેં છોકરાની તકરારમાં પાડોશી શખ્સે માર મર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : વંથલીના નવાગામેં છોકરાની તકરારમાં પાડોશી શખ્સે મહિલા સાથે અણછાજતું વર્તન કરીને નિર્લજ્જ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં દીકરાને મારવાની ના પાડતા પાડોશી શખ્સે માતા પર પણ નિર્લજ્જ હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

વંથલીના નવાગામેં રહેતી મહિલાએ મીતેશભાઇ વલ્લભાઇ બગડા (રહે.નવાગામ તા.વંથલી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીનો દિકરો તથા આરોપીના કુટુબીભાઇ મનસુખભાઇનો દિકરો બંન્ને સાથે રમતા હોય અને મસ્તી કરતા હોય ત્યારે આરોપી ફરીયાદીના દિકરાને માર મારતા ફરીયાદી ત્યાં જઇ આરોપીને કહેલ કે કેમ મારા દીકરાને માર મારો છો તેમ કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ઢીકામુકીનો માર મારવા લાગેલ અને ફરીયાદીની છેડતી કરી કપડા ફાડી નાખી નિર્લજ્જ હુમલો કરી ફરીયાદીના ડાબા હાથના અંગુઠામાં બટકુ ભરી ત્યાં પડેલ પથ્થર ફરીયાદીના કપાળના બાગે ડાબી બાજુએ મારી ઇજા પહોંચાડી હતી.