દીકરીને ગાળો આપવાની ના પાડતા પરિવાર ઉપર હીંચકારો હુમલો

મેંદરડાના સમઢીયાળા ગામે પાડોશી પરિવારના છ વ્યક્તિઓએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : મેંદરડાના સમઢીયાળા ગામે બે પાડોશી પરિવારો સામાન્ય બાબતે લડી ઝઘડી પડ્યા હતા. જેમાં એક પરિવારની દીકરીને ગાળો આપવાની ના પાડતા આ દીકરીના પરિવાર ઉપર પાડોશી પરિવારના છ વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મેંદરડા પોલીસ મથ આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કમલેશભાઇ રાણાભાઇ માવદીયા (ઉ.વ.૪૦, રહે. સમઢીયાળા પ્લોટ વિસ્તાર મેંદરડા) એ આરોપીઓ ભોલાભાઇ થોભણભાઇ ખાંટ, હાર્દીકભાઇ રાજેશભાઇ માવદીયા, અશ્વીનભાઇ લવજીભાઇ માવદીયા, રેખાબેન રાજેશભાઇ, રવિભાઇ રણછોડભાઇ માવદીયા, સતીષભાઇ કાનજીભાઇ માવદીયા (રહે. તમામ સમઢીયાળા તા.મેંદરડા) સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી વાડીએથી ઘરે આવતાં હતાં. એ વખતે તેના મોટા બાપાના દિકરા દિનેશભાઇના ઘર પાસે પહોંચતા દિનેશભાઇની દીકરી મિતલબેનને આરોપીઓ ગાળો બોલતાં ફરીયાદીએ ગાળો બોલવાની નાં પાડતાં આરોપીઓએ ફરીયાદીને માથામાં પાઇપનો એક ઘા મારી અને આરોપીઓએ સાહેદ મિતલબેનને છાતીમાં છુટો પથ્થરનો ઘા મારી દઇ ત્યાંથી જતાં રહેલ ત્યારબાદ અન્ય આરોપીઓ ઉપરોક્ત ત્રણેય આરોપીઓનું ઉપરાણુ લઇ આવી ફરીયાદી તથા સાહેદ મિતલબેનને ગાળો બોલી જે બન્નેને ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો.