જૂનાગઢમાં ઝાંસીની રાણીની પ્રતિમા પાછળ દિવાલ બનાવી ગેઇટ મુકવા માંગ

જાગૃત નાગરિકે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરને રજુઆત કરી

જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ ઝાંસીની રાણીની પ્રતિમા પાછળ જે રોડ પહોળો કરેલ છે તે જગ્યાએ સર્કલની દીવાલ તોડેલ છે તે તાત્કાલીક બનાવી ગેઈટ મુકાવવાની માંગ સાથે જાગૃત નાગરિક રાબડીયા અરવિંદ નાથાભાઈએ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરને રજુઆત કરી છે.

જુનાગઢ મહાનગર હદ વિસ્તારમાં આવેલ ઝાંસીની રાણીની પ્રતિમા પાછળ ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે રોડ પહોળો કરેલ છે. જે આવકારદાયક કામ છે પરંતુ સર્કલની દિવાલ તોડી નાખેલ છે જે દિવાલ ફરી ઉભી કરેલ નથી. જેના કારણે ત્યા હાલ દબાણ કરી પ્રાઈવેટ પાર્કીંગ થવા લાગ્યું છે. જે ભવિષ્યમાં પોતાનો હકક ઉભો કરી દેશે અને ભવિષ્યમાં દબાણ હટાવવા માટે અનેક લીટીગેશન ઉભા થશે. હાલમાં મહાનગરમાં આવા અનેક દબાણ ઉભા થયેલ છે જેને મહાનગરરપાલિકા હટાવી શક્તી ન હોય માટે મહાનગરપાલિકા પોતાની માલીકીની ઉપરોકત સર્કલની જગ્યાની દિવાલ તાત્કાલીક ઉભી કરાવવા તેમજ આ સર્કલની જગ્યાનો લોકો કચરા પેટી તરીકે ઉપયોગ કરતા હોય જેથી ત્યા નિયમીત સફાઈ થાય તેમજ ત્યા ફુલ છોડવાવવા અને બેસવા માટે બાકડા મુકવાની માંગ ઉઠાવી છે.