જુનાગઢ મનપા દ્વારા આધાર કાર્ડની મનઘડત કામગીરીથી લોકો હેરાન પરેશાન

જાગૃત નાગરિકે મહાનગરપાલિકાના કમિશ્નરને રજુઆત કરી મનધડત નિતી દૂર કરવાની માંગ કરી

જુનાગઢ : જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આધાર કાર્ડની કામગીરીની મનઘડત નિતીને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેવી ફરિયાદ સાથે જાગૃત નાગરિક રાબડીયા અરવિંદ નાથાભાઈએ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરને રજુઆત કરી માનવ્ય દૃષ્ટિ રાખી આ મનધડત નિતી દૂર કરવાની માંગ કરી છે.

જુનાગઢ મહાનગર હદ વિસ્તાર હાલ માત્ર જુનાગઢ મહાનગરપાલિકા કચેરી તથા જોષીપુરા ઝોનલમાં જ આધાર કાર્ડની કામગીરી ચાલુ છે. બીજી તમામ જગ્યાએ આધાર કાર્ડની કામગીરી હાલ બંધ છે. જેથી જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારના લોકો દુર દુરથી મહાનગરપાલિકા કચેરીએ આવે પરંતુ મહાનગરપાલિકા લોકોને બે વખત ધકકા થાય તેવી નિતી અખત્યાર કરી છે. લોકોને આધાર કાર્ડની કામગીરી માટે સવારના ૭ થી ૮ વાગ્યે પોતાના વારા માટે ટોકન લેવા આવવાનુ ત્યાર બાદ ફરીથી તેઓને આધાર કાર્ડ માટે સવારના ૧૧ થી ૬ વચ્ચે જયારે પણ તેનો વારો આવે ત્યારે આવવાનુ તેમા પણ ટોકનમાં માત્ર નંબર નાખવામાં આવે છે સમય નાખવામાં આવતો નથી જેથી દરેક આધાર કાર્ડની કામગીરી કરાવવા માગતા અરજદારે સવારે ૦૮–૦૦ વાગ્યે ટોકન લઈને પછી તમામ કામ પડતા મુકીને સવારના ૧૧ થી ૬ સુધી બેસવુ જ પડે છે. આવી અમલદાર શાહી ના કારણે લોકોનો આખો દિવસ પડે છે.મહીલાઓને ધરકામ પડતા મુકી આવવુ પડે છે અને સામાન્ય મજુરી કરતા લોકોને એક દિવસન રોજ પડે છે.

વધુમાં જણાવ્યું હતું કે, આ બાબતે લગત અધિકારીને એવી સૂચના આપવી જોઈએ કે આધાર કાર્ડની કામગીરીનુ ટોકન કાતો સવારે જયારે કામગીરી ચાલુ થાય ત્યારે વહેલા તે પહેલાના ધોરણે ટોકન આપવુ જોઈએ. અથવા તો સવારના ૭ થી ૮ વચ્ચે ટોકન આપવામાં આવે ત્યારે જ આધાર કાર્ડની કામગીરી શરૂ કરી દેવી જોઈએ જેથી લોકોને બે વખત કચેરીની મુલાકાત લેવી ન પડે. અને તેઓનો સમય અને નાણાનો વ્યય ન થાય જેથી આ બાબતે તાત્કાલીક અસરથી યોગ્ય નિતી અમલમાં મુકવા અમારી પ્રજાહીતમાં આપને વિનંતી છે. હાલ અધીકારીઓ તરફથી અમલદારશાહી અપનાવવામાં આવે છે અને લોકો પરેશાન થાય છે. આધાર કાર્ડમાં થતા તમામ સુધારા માટે પણ ફી વસુલાત લેવામાં આવે છે મફત સુધારા વધારા કરવામાં આવતા નથી આમ છતા પ્રજાને હેરાન ગતી ભોગવવી પડે છે.અમારી આ અરજી ફાઈલે ન કરતાં નકર પગલાં લેવાની માંગ કરી છે.