જુનાગઢની GMERS હોસ્પિટલમાં ક્લબ ફુટની સારવાર કરતા તબીબ

જૂનાગઢ : જુનાગઢની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડૉ. પ્રતીક ટાંક દ્વારા ક્લબ ફુટની સારવાર કરવામાં આવી હતી.

સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામેથી આવેલ ડાયાભાઈ ચુડાસમાના સુપુત્ર ક્રિયાંશની ક્લબ ફુટ સારવાર (ત્રાસા પગ)ની અત્રેની હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. જનરલી આ સારવારમાં ૧ થી ૬ સીટીંગ આવતુ હોય છે. જ્યારે ડૉ. પ્રતિક દ્વારા આ કામગીરી કરવામાં આવતા બાળકને ૩ થી ૪ સીટીંગમાં જ સારૂ થઈ જતું હોય છે. અને બાળક ચાલવા મંડતું હોય છે. તેમ ડૉ. પ્રતિક ટાંક અને શોભનાબેન દેસાઈની યાદીના અંતે જણાવેલ હતું.