ગૌચરમાં આગ લગાડી દેતા પાડીનું મોત, ભારે નુકશાન

જૂનાગઢના કાથરોટા ગામેં એક શખ્સે આગ લગાડીને મોટું નુકશાન કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના કાથરોટા ગામેં એક શખ્સે ગૌચરમાં આગ લગાડી દેતા પાડીનું મોત નીપજ્યું હતું અને ભારે નુકશાન થયું હતું. આગ લગાડવાની ના પાડી હોવા છતાં આ શખ્સે કોઈ કારણોસર આગ લગાવીને મોટું નુકશાન કર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રકાશભાઇ વજુભાઇ ચોવટીયા (ઉ.વ.૪૨ રહે.કાથરોટા ગામ ચોકલી રોડ પ્લોટ વિસ્તાર તા.જી.જુનાગઢ) એ આરોપી ચંદુભાઇ દુદાભાઇ રાઠોડ (રહે.કાથરોટા ગામ તા.જી.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૨ના રોજ કાથરોટા ગામ પ્રકાશભાઇ વજુભાઇ ચોવટીયાની વાડી પાસે આરોપી નુકશાન થવાના સંભાવના હોવાનુ જાણવા છતા અને ફરીયાદીએ આરોપીને આગ નહિ લગાળવાનુ કહેવા છતા આરોપીએ કાથરોટા ગામના ગૌચરમાં આગ લગાડી જે આગ આગળ વધી ફરીયાદીના ખેતરની અઠાણમાં પડેલ ૧૨૦૦ ફુટની ત્રણની પ્લાસ્ટીકની લાઇન કિ.રૂ ૨૦,૦૦૦ તથા ચાર વીઘાની ટપક ગ્રીપ પડેલ હોય તેની કિ.રૂ.૧૫,૦૦૦ તથા દારનો કાળા કલરનો પ્લાસ્ટીક બેની લાઇન અઢીસો ફુટ જેટલી રસાની લાઇન કિ.રૂ.૧૫,૦૦૦ તથા 4MM અઢીસો ફુટ જેટલો કેબલ વાયર કિ.રૂ.૧૦,૦૦૦ નો બાળી તથા એક ભેસ (પાડી) કિ.રૂ. ૩૦,૦૦૦નુ આગમાં મોત નિપજાવી કુલ કિ.રૂ.૯૦,૦૦૦ નુકશાન કર્યું હતું.