જૂનાગઢ પશુ ચિકિત્સા-પશુપાલન મહાવિદ્યાલયમાં શહીદ દિવસની ઉજવણી કરાઈ

ક્રાંતીકારીઓએ જીવન દરમિયાન કરેલ શોર્ય ગાથાનો પરિચય વિદ્યાર્થીઓએ આપ્યો

જૂનાગઢ :પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યુનિટ દ્વારા તા.૨૩/૦૩/૨૦૨૨ના રોજ આચાર્ય અને ડીનશ્રીની અધ્યક્ષત્તામાં શહીદ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશની આઝાદીની ચળવળમાં પોતાના બહુમૂલ્ય ફાળો આપનાર મહારાણા પ્રતાપ, છત્રપતી શિવાજી મહારાજ, ઝાંસીની રાણી, ગાંધીજી, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, બાલ ગંગાધર તિલક જેવા મહાનુભાવો દ્વારા પોતાના જીવન દરમિયાન કરેલ શોર્ય ગાથાનો પરિચય આપવામાં આવ્યો હતો. આ પર્વ પર સ્વતંત્રતા સેનાનીયોને યાદ કરી તેમના સન્માન માટે અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે બે મિનિટનું મૌન તથા કોલેજ ખાતે આવેલ તેમના જુદ-જુદા સ્મારકએ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન વેટરનરી કોલેજના આચાર્ય અને ડીનશ્રી ડો.પી.એચ.ટાંક દ્વારા વિદ્યાર્થી તથા સ્ટાફ મિત્રોને દેશપ્રેમ, અનુશાશન, દેશ નિર્માણ જેવા વિષયો પર માર્ગદર્શન પૂરું પાડતું વ્યાખ્યાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે શ્રી આશિષ અંકિત, પ્રચારક, ભારતીય શિક્ષણ મંડળ ઉપસ્થિત રહી પોતાનું ઉદ્દબોધન આપ્યું હતું. કાર્યક્રમના સ્વાગત વિધિ અને સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો.રૂપેશ રાવલ, એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના વિદ્યાર્થી જયેશ રામાણી દ્વારા અને આભારવિધિ પશુપાલન પોલિટેકનિક, કોલેજના ડો. પિયુષ ડોડીયા દ્વારા કરવામાં આવી હતી.