વિસાવદરમાંથી ૧૪ વર્ષની કિશોરી ગુમ

જૂનાગઢ : વિસાવદરના ખોડિયારપરા,ગૌશાળા પાછળ રહેતી ૧૪ વર્ષ ૩ માસની કિશોરી તા.૧૫ના રોજ પોતાના ઘરેથી ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૪ ફુટ ૧૦ ઇંચ, બાધો મધ્યમ અને રંગ ઘઉવર્ણ છે. તેમણે સફેદ કલરની ચોંયણી તથા ઝભ્ભો લીલા જેવા દેખાતા રંગનો પહેરેલ છે. તેમની આંગળીમાં J અંગ્રેજીમાં ત્રોફાવેલ છે. આ કિશોરીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિસાવદર પોલીસે જણાવ્યું છે.