બે મહિલાઓએ પાડોશના બાળકોને માર મારી ઘરમાંથી હાંકી કાઢ્યા

જુનાગઢ તલુકાના સોરઠ ગામે બનેલા બનાવમાં બાળકની માતાએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જુનાગઢ તલુકાના સોરઠ ગામે બે મહિલાઓએ પાડોશના બાળકોને માર મારી ઘરમાંથી હાંકી કાઢ્યા હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં બાળકની માતાએ બન્ને પાડોશણ મહિલાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જલ્પાબેન જગદીશભાઇ મકવાણા (ઉ.વ ૩૨ રહે.રેલ્વે સ્ટેશન પ્લોટ ચોકી સોરટ તા.જી જુનાગઢ) એ આરોપીઓ ભાવનાબેન પ્રકાશભાઇ ધરજીયા, ચંપાબેન મુકેશભાઇ ધરજીયા (રહે બંને ચોકી સોરઠ તા.જી જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીનો દિકરો જેનીષ ઉ.વ ૧૧ વાળાને તથા તેમના દેરના દિકરા સિધ્ધાર્થ ઉ.વ ૦૬ વાળાને બંને આરોપી મહિલાઓએ ગાળો કાઢી ઢીકાપાટુનો મારમારી ઘરની બહાર કાઢી મુક્યા હતા. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી બન્ને આરોપી મહિલાઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.