માણાવદર પોલીસ લાઇન સામેથી ટ્રેકટરની ચોરી

જૂનાગઢ : માણાવદર પોલીસ લાઇન સામેથી ટ્રેકટરની ચોરી થયાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે બાવનજીભાઇ છેલાણા (ઉ.વ.૫૪ રહે. પોલીસ લાઇન સામે માણાવદર) એ કોઇ અજાણયો ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૨ના રોજ ફરિયાદીની માલીકીનુ એમ.એફ. કંપનીનુ ૨૪૧ ડી.આઇ. ટ્રેકટર નં.- GJ 11 BR 8155 કિ.રૂ. ૪,૦૦૦૦૦/- વાળુ પોતાના ધર પાસે પાર્ક કરેલ હોય જે કોઇ અજાણયો ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.