જુનાગઢમાં હાથ બનાવટની દેશી પીસ્ટલ સાથે એકને દબોચી લેતી એસઓજી

હથિયાર આપનાર મધ્યપ્રદેશના શખ્સનું નામ બહાર આવ્યું

જૂનાગઢ : જૂનાગઢ એસઓજી પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે હાથ બનાવટની દેશી પીસ્ટલ સાથે એકને દબોચી લીધો હતો.જ્યારે હથિયાર આપનાર મધ્યપ્રદેશના શખ્સનું નામ બહાર આવતા પોલીસે તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એસઓજી પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે જુનાગઢ તલુકાના સાબલપુર ચોકડીથી ધોરાજી ચોકડી તરફ જતા રોડ પર રેલ્વે ફાટકની બાજુમાંથી જાહેરમાં હાથ બનાવટની પિસ્ટલ લઈને નીકળેલા આરોપી યુનુસ ઓસમાણભાઇ શેખ (ગામ. બોરડી તા. ધારી જી. અમરેલી)ને દેશી હાથ બનાવટની પીસ્ટલ -૧ સાથે ઝડપી લીધો હતો.જ્યારે આ હથિયાર આપનાર પ્રદીપ (મધ્યપ્રદેશ જી. ઈન્દોર) નું નામ ખુલતા પોલીસે બન્ને સામે આર્મસ એકટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.