દુકાનેથી પત્થરનુ બેલુ લઈ જવાના મુદ્દે બે પાડોશીઓ વચ્ચે મારામારી

જૂનાગઢની યોગીપાર્ક સોસાયટી પાસે બનેલા મારામારીના બનાવમાં સામસામી ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢની યોગીપાર્ક સોસાયટી પાસે દુકાનેથી પત્થરનુ બેલુ લઈ જવાના મુદ્દે બે પાડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી. બન્ને પાડોશીઓએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી લખન વજસીભાઇ રામ (ઉ.વ ૨૭ રહે યોગી પાર્ક સોસાયટી એમ.પી.રેસીડેન્ટ બ્લોક નં ૭ મધુરમ જુનાગઢ) એ આરોપીઓ બે મધુર ફેબ્રીકેશન દુકાનવાળા સામે ફરિયાદ નોંધાવી હતો કે, સાહેદ દિવ્યેશભાઇ આરોપીના દુકાનેથી પત્થરનુ બેલુ લઈ આવતા આરોપીઓ સાહેદ દિવ્યેશ ગોહિલ સાથે બોલાચાલી કરતા ફરીયાદી ઠપકો આપવા જતા આરોપીઓ ઉશ્કેરાઇ જઈ ફરીયાદીને બિભત્સ ગાળો બોલી જેમા આરોપીએ ફરીયાદીને ડાબા પગના ગોઠણના નીચેના ભાગે પાઈપ મારી ઇજા કરી ઢિંકાપાટુનો માર માર્યો હતો.

સામાપક્ષે ફરિયાદી મુંકુંદભાઇ ભગવાનજીભાઇ જરસાણી (ઉ.વ.૪૦ રહે અશોકવાટીકા મસીરામ ચેમ્બરની સામે મધુરમ ટીંબાવાડી જુનાગઢ) એ આરોપીઓ લખનભાઇ આહીર તથા તેની સાથેનો માણસ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા આરોપી બાજુ બાજુમા રહેતા હોય અને આરોપીઓએ કહેલ કે પથ્થર શું કામ લઇ જાવ છો તેમ કહેતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો દેવા લાગેલ અને ગાળો દેવાની ના પડતા આરોપીઓએ લાકડી વડે તથા ઢીકાપાટુનો માર મારી ફરીયાદીને કહેલ કે હવે પછી દેખાણો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.