વંથલી ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરમાં ૩૦૦ પશુપાલકો જોડાયા

તજજ્ઞો દ્વારા પશુ પસંદગી, સંવર્ધન, પશુ આરોગ્ય, પશુ પોષણ તેમજ પશુ યોજના અંગે માહિતગાર કરાયા

જૂનાગઢ : જિલ્લા પંચાયત જૂનાગઢ, પશુ દવાખાનુ વંથલીના સંયુક્ત ઉપક્રમે તેમજ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન વંથલી પટેલ સમાજ ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ કેબીનેટ મંત્રી અને માણાવદર વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ તેમના ઉદબોધનમાં પશુપાલકોને પશુપાલન વૈજ્ઞાનીક ટબે અપનાવી આત્મ નિર્ભર બનવા અનુરોધ કર્યો હતો.

આ પશુપાલન શિબિરમાં ૩૦૦ થી વધુ પશુપાલકોએ લાભ લીધો હતો. જેમાં રાજકોટ વિભગીય સંયુક્ત પશુપાલન નિયામક ડો.ભરતસિંહ ગોહીલ ઉપસ્થિત રહી તમામ પશુપાલકોને આદર્શ પશુપાલન અંગેની માહીતી આપી હતી તેમજ નાયબ પશુપાલન નિયામક ડો.ડી.ડી. પાનેરાએ તમામને આવકારી ગુજરાત સરકારના પશુપાલન ખાતાની સહાયકારી યોજનાની માહિતી આપી અને આ યોજનાઓનો વધુને વધુ લાભ લઈ વૈજ્ઞાનીક પધ્ધતિથી પશુપાલન કરી સ્વનિર્ભર બની દેશને આત્મનિર્ભર બનાવવા જણાવ્યું હતું. તે ઉપરાંત નાયબ પશુપાલન નિયમાક ડો.કારેથા, નાયબ પશુપાલન નિયામક ડો.એ.પી.ગજેરા દ્રારા પશુપાલકોને પશુ પસંદગી, પશુ સંવર્ધન, પશુ આરોગ્ય, અને પશુપોષણ તેમજ સંચારી રોગો વિશે ઉંડાણ પૂર્વક માહીતી આપવામાં આવી હતી.

આ શિબીરમાં જિલ્લા સહાકરી બેંકના ડીરેકટર દિનેશભાઈ ખાટારીયા, અગ્રણી કેસુરભાઈ મૈતર, મનોજભાઈ ઠુંમર, ભાવેશભાઈ મેંદપરા, પ્રવિણભાઈ સાંગાણી, ભાતીયા ગામના સરપંચશ્રી દિનેશભાઈ સુવાગીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.શિબિરને સફળ બનાવવા પશુચિકિત્સા અધિકારીશ્રી ડો.એ.ટી.ચાપડીયા, ડો.ડી.કે.ચોચા તેમજ વંથલી પશુપાલન ટીમે જહેમત ઉઠાવી હતી.