જુનાગઢ માર્કેટીંગ યાર્ડ ૨૪ થી ૩૧ માર્ચ સુધી બંધ

માર્ચ એન્ડીગ અને હિસાબી કાર્ય માટે માર્કેટીંગ યાર્ડમાં માલ આવક તેમજ વેપારી કામકાજ બંધ રહેશે

જૂનાગઢ : જુનાગઢ માર્કેટીંગ યાર્ડમાં તા.૨૪ થી તા.૩૧ માર્ચ દરમ્યાન માલ આવક તેમજ વેપારી કામકાજ બંધ રહેશે અને માર્ચ એન્ડીગ અને હિસાબી કાર્ય માટે માર્કેટીંગ યાર્ડમાં માલ આવક તેમજ વેપારી કામકાજ બંધ રહેશે તેવુ જુનાગઢ માર્કેટીંગ યાર્ડ દ્વારા સતાવાર રીતે જાહેર કરીને આ રજના દિવસો દરમિયાન ખેડૂતોને માલ ન લઈ આવવાનો અનુરોધ કરાયો છે.

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના વેપારી મિત્રોની રજુઆત અન્વયે માર્ચ એન્ડીગ દરમ્યાન તા.૨૪–૩–૨૦૨૨ થી તા.૩૧-૩-૨૦૨૨ દરમ્યાન રજા રાખવા જણાવતા માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટભાઈ પટેલની સુચનાથી તા.૨૪-૩-૨૦૨૨ થી તા.૩૧–૩–૨૦૨૨ સુધી માર્કેટીંગ યાર્ડમાં હરરાજી તથા વેપારી કામકાજ બંધ રહેશે અને ફરી તા.૩૧-૩-૨૦૨૨ ના રોજ સવારના ૮–૦૦ વાગ્યાથી તમામ જણસીની આવકો શરૂ કરવામાં આવશે તેમજ તા.૧–૪–૨૦૨૨ ના રોજ રાબેતા મુજબ હરરાજી તેમજ વેપારી કામકાજ શરૂ કરવામાં આવશે તેમ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી પી.એસ.ગજેરાની યાદીમાં જણાવવામાં આવે છે.