જૂનાગઢના મેડિકલના છાત્રોએ રક્તદાન થકી શહીદોને શ્રદ્ધાંજલિ આપી

જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે શહીદ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

જૂનાગઢ : જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે આજે શહિદ દિવસ નિમિત્તે મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં મેડિકલના છાત્રોએ રક્તદાન થકી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આજે શહિદ દિવસ નિમિત્તે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં જુનાગઢ જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ બ્લડ ડોનેટ કર્યું હતું આ તકે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રીડેન્ટ સુશીલકુમાર મેડિકલ કોલેજના ડીન સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા હતા અને વીર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.