ગીર નેસ વિસ્તારના કુટુંબો તેના વારસદારો નક્કી કરવા અન્વયે રચાયેલ કમિટી માટે ૩૧ માર્ચ સુધી પુરાવા રજૂ કરી શકાશે

જૂનાગઢ : ગીર, બરડા, આલેચના જંગલોના નેસ વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ, ચારણ જાતિના તા.૨૯/૧૦/૧૯૫૬ની સ્થિતિએ વસવાટ કરતા કુટુંબો અને તેમના વારસદારો નક્કી કરવા બાબતની કમિટિની રચના ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજના અધ્યક્ષ સ્થાને થયેલ છે. જેમાં અરજદારને પુરાવા રજૂ કરવા માટે વધુ એક તક આપવામાં આવી છે.

આથી ગીરના નેસ વિસ્તારમાં વસતા રબારી, ભરવાડ, ચારણ જાતિના કુટુંબના વડાઓને જણાવવામાં આવે છે કે, જસ્ટીસ ડી.જી.કારિયા કમિટિ તરફથી જેઓને સુનાવણી માટેની ૨ નોટીસ મળેલ છે. તેમ છતા હાજર રહેલ નથી તેમજ પુરાવા રજૂ કરેલ નથી. જો તેઓ પુરાવા રજૂ કરવા માંગતા હોય તો તા.૨૯/૧૦/૧૯૫૬ની સ્થિતિના પુરાવા સાથે મામલતદાર, જસ્ટીસ ડી.જી.કારિયા કમિટિ, બીજો માળ, જૂનાગઢ કલેક્ટર કચેરીએ કામકાજના ચાલુ દિવસો અને સમય દરમિયાન તા.૩૧/૦૩/૨૦૨૨ સુધી રજૂ કરી શકશે. આ તારીખ સુધીમાં કોઇ રજૂઆત અને પુરાવા રજૂ નહી થાય તો આદિજાતિ-ભરવાડ, ચારણ, રબારી પૈકી કોઇએ કોઇ રજૂઆત કે પુરાવા રજૂ કરવાના નથી તેમ અનુમાન થશે.