માળિયાના વડિયા ગામેથી ૧૬ વર્ષની સગીરા ગુમ

જૂનાગઢ : માળિયા હાટીના તાલુકાના વડિયા ગામે રહેતી ૧૬ વર્ષ ૨ મહિનાની સગીરા તા.૧૬-૩-૨૦૨૨ના રોજ ૫ વાગ્યા આસપાસ પોતાના ઘરેથી ગુમ થઇ છે. તેણીની ઉંચાઇ ૪ થી ૫ ફુટ, બાંધો પાતળો અને રંગ ઉજળો છે. તેમણે પીળા કલરનો પંજાબી ડ્રેસ પહેર્યો છે. આ સગીરાની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માળિયા પોલીસે જણાવ્યું છે.