માળિયાના જશાપરા વિસ્તારમાંથી યુવતી ગુમ

જૂનાગઢ : માળિયા હાટીના જશાપરા વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષની યુવતી તા.૧૭-૩-૨૦૨૨ના રોજ ૫ વાગ્યા આસપાસ પોતાના ઘરેથી ડ્રેસમાં સિલાઇ કરાવવા જવાનું કહ્યા બાદ ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૫ ફુટ, બાધો મધ્યમ અને રંગ ઉજળો છે. યુવતીના બન્ને હાથમાં કિંજલ ત્રોફાવેલ છે. તેમણે ગુલાબી કલરની કુર્તી તથા લાલ કલરની લેગીઝ પહેરેલ છે. આ યુવતીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માળિયા પોલીસે જણાવ્યું છે.