જૂનાગઢ અને ભેસાણમાં ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ત્રણ પકડાયા

જૂનાગઢ : જૂનાગઢ બી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે ખલીલપુર રોડ કલીમલ પાન ની દૂકાનની સામેના રોડ પરથી આરોપી રાજેશભાઇ કાળુભાઇ સોલંકીને ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૬ જેની કિ રૂ।.૨૪૦૦ના પ્રોહી મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ ભેસાણ પોલીસે ભેસાણના સામતપરા ગામે આરોપી હમીરભાઈ સમજુભાઇ ગરસડીયાને ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૧ કી.રૂ.૪૦૦નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત ભેસાણ પોલીસે સામતપરા ગામે આરોપી વિજભાઇ ગડુભાઇ પરમારને ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૪ કી.રૂ.૧૬૦૦ નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો.