જૂનાગઢ નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢ સી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે મધુરમ બાયપાસ સાંઇબાબા મંદીર સામે કર્મચારી નગર સોસા. નીધી એપા. જુનાગઢ પાસે દરોડો પાડી ત્યાં જાહેરમાં ગોળકુંડાળુ વળી ગંજીપતાના પાના પૈસા વડે તીનપતીનો જુગાર રમતા આરોપીઓ દેવાયતભાઇ નાગદાનભાઇ ડાંગર, અનુભાઇ પોલાભાઇ છાંયા, પુનાભાઇ ભીમાભાઇ જાદવને રોકડા રૂપીયા ૫૩૧૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.