બીજા દીકરાના ઘરે પ્રસંગમાં જવાની ના પાડી માતાને ઢીબી નાખતો કપાતર

માંગરોળના એમ.એમ.ડબલ્યુ સ્કુલની પાસે વિસ્તારમાં બનેલા બનાવમાં માતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : માંગરોળના એમ.એમ.ડબલ્યુ સ્કુલની પાસે વિસ્તારમાં બીજા દીકરાના ઘરે પ્રસંગમાં જવાની ના પાડી માતાને ઢીબી કપાતર પુત્રએ સગી જનેતાને માર માર્યો હોવાનો આઘાતજનક બનાવ સામે આવ્યો છે. આ પારિવારિક ડખ્ખામાં માતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નીમુબેન વલ્લભભાઇ જેઠવા (ઉ.વ.૪૫ રહે.એમ.એમ.ડબલ્યુ સ્કુલની પાસે માંગરોળ તા.માંગરોળ જી.જુનાગઢ) એ તેના પુત્ર સુરેશભાઇ વલ્લભભાઇ જેઠવા (રહે.માંગરોળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી આરોપીના માતા થતા હોય અને ફરીયાદીના બીજા દિકરા ભાવેશભાઇના દિકરાની વાળ પ્રસંગ હોય જે પ્રસંગમા ફરીયાદીને જવા માટે આરોપીએ ના પાડેલ જે બાબતે ઝઘડો થતા ફરીયાદીને ગાળો આપી શરીરે ઢિંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.