ચોરવાડ ઓવરબ્રીજની બાજુમા ઇકો ગાડીએ બાઇકને હડફેટે લેતા એકનું મોત

મૃતકના ભાઈએ ઇકો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : ચોરવાડ ઓવરબ્રીજની બાજુમા ઇકો ગાડીએ બાઇકને હડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ ઇકો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નરસીભાઇ રૂડાભાઇ પંડીત (ઉ.વ ૪૮ રહે ચોરવાડ શકિત ગરબી ચોક તા.માળીયા હાટીના) એ આરોપી ઇકો ગાડી નં G J 25 AA 4846 વાળીનો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે,ચોરવાડ ઓવરબ્રીજની બાજુમા ઇકો ગાડી નં G J 25 AA 4846 વાળીના ચાલકે પોતાની ઇકો ગાડી પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી આ કામના ફરીયફીના ભાઇની મો.સા.નં G J 11 AN 9479 વાળીને હડફેટે લઇ ફરીયાદીના ભાઇને ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી નાશી છૂટ્યો હતો.