કોડીનારના દારૂના ગુન્હામાં એકાદ માસથી ફરાર આરોપીને પકડી પાડતી જુનાગઢ સી ડીવીઝન પોલીસ

જૂનાગઢ : ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારના દારૂના ગુન્હામાં છેલ્લા એકાદ માસથી નાસતા ફરતા આરોપીને જૂનાગઢ સિટી સી ડિવિઝન પોલીસે નશો કરેલ હાલતમાં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટી દ્વારા નાશતા ફરતા આરોપીઓને શોધી કાઢવા તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના આપતા નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લામાં રહેતા તેમજ જીલ્લા બહાર રહેતા નાસતા ફરતા આરોપીઓ ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા સુચનાને અનુસંધાને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે.ગઢવી તથા સ્ટાફના કામગીરીમાં હતા ત્યારે છેલ્લા એક માસથી કોડીનાર પોલીસ સ્ટેશનના આશરે પાંચ લાખ ઉપરના દારૂના મોટા જથ્થાના ગુન્હામાં ફરાર કેતન બીજલભાઈ કરમટા, રહે.જુનાગઢ ગાંધીગ્રામ ધરમ અવેડા પાસે વાળાને કેફી પીણુ પીધેલ હાલતમાં પકડી પાડી કોડીનાર પોલીસ સ્ટેશનના ગુન્હામાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરીમાં જુનાગઢ “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે.ગઢવી, HC કે.એન.જોગીયા, PC ચેતનસિંહ સોલંકી, આઝાદસિંહ સિસોદીયા, કરણસિંહ ઝણકાત, દીલીપભાઇ ડાંગર, ઈન્દ્રજીતસિંહ ઝાલા. ભગવાનજી વાઢિયા. વગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરેલ હતી.