ધોળકા દુષ્કર્મ કેસ ખાસ તપાસ એજન્સીને સોંપવા માંગ

મુસ્લિમ એકતા સમિતિ જૂનાગઢ દ્વારા રાજ્યના ગૃહમંત્રીને રજુઆત

જૂનાગઢ : જૂનાગઢ મુસ્લિમ એકતા મંચ દ્વારા ધોળકા દુષ્કર્મ કેસમાં ભોગ બનનાર પીડિતાને ન્યાય આપવાની માંગ સાથે સમગ્ર કેસની તપાસ ખાસ એજન્સીને સોંપવા રાજ્યના ગૃહમંત્રી સમક્ષ માંગ ઉઠાવી જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર પાઠવ્યું હતું.

મુસ્લિમ એકતા મંચ જૂનાગઢ દ્વારા જિલ્લા કલેકટર મારફતે રાજ્યના ગૃહમંત્રીને લેખિત આવેદનપત્ર પાઠવી ગત તા.૧૦–૩–૨૦૨૨ ના રોજ ધોળકાની સગીર બાળા પર સામુહિક દુષ્કર્મના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી આ કેસની ગંભીરતાને ધ્યાને લઈ સમગ્ર કેસની તપાસ ખાસ એજન્સીને તેમજ ઉચ્ચ મહિલા અધીકારીને સોંપવામાં આવે તથા સમ્રગ મામલે પીડીતનું નામદાર સુપ્રિમ કોર્ટની સુચના મુજબ કલમ ૧૬૪ મુજબ નીવેદનના આધારે વધુ આરોપીઓના નામ નીકળે તો સત્વરે તેમની ધરપકડ કરી અને સ્પેશ્યલ કોર્ટમાં આ મામલાની સુનાવણી થાય તેમજ ગજરાતની મજબત કાયદો વ્યવસ્થાને દાગ લગાડતી ઘટનામાં આરોપીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવવામાં આવી હતી.