જૂનાગઢની વેટરનરી કોલેજના વાર્ષિક ઉત્સવ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી મિલનમાં ૫૦૦ વિદ્યાર્થીઓએ જોડાયા

કોરોના બાદ વિદ્યાર્થીઓમાં નવા ઉત્સાહનો સંચાર કરવા વાર્ષિક ઉત્સવ નિમિત્ત બનશે

જૂનાગઢ : કોરોના કાળના બે વર્ષ બાદ વેટરનરી કોલેજ જૂનાગઢ ખાતે વાર્ષિક ઉત્સવ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્નાતક, અનુસ્નાનક સહિત ૫૦૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.પશુ ચિકિત્સા અને પશુપાલન કોલેજ કામધેનુ યુનિ.જૂનાગઢના વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળ તથા સોરઠ એસો. ઓફ વેટરનરી અલ્યુમીની જૂનાગઢ(સાવજ) દ્વારા વેટરનરી કોલેજ ખાતે તા.૧૮ થી ૨૦ માર્ચ ત્રણ દિવસ સુધી કોરોના કાળના બે વર્ષ સુધી ઓફલાઇન શિક્ષણથી વંચિત રહેલા વિદ્યાર્થીઓમાં નવા ઉત્સાહનો સંચાર કરવા આ કાર્યક્રમ નિમિત્ત બનશે.

કામધેનુ યુનિ.ના કુલપતિ ડો.એન.એચ. કેલાવાલા અને જૂનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ ડો. એન. કે.ગોટીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કોલેજના ડિન ડો.પી.એચ.ટાંકના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ત્રણ દિવસ સંગીત ખુરશી, અંતાક્ષરી, જનરલ ક્વિઝ, કમ શેરડ, લીંબુ ચમચી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી ઉત્સાહનો સંચાર થયો હતો.

વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કરાયા હતા.આ પ્રસંગે સંયુકત પશુપાલન નિયામક ડો.બી.એલ.ગોહિલ, નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિ કામધેનુ યુનિ.ડો.બી.એન.પટેલ, ડો.જયેશ પટેલ સહિત ડો.ભલાણી, ડો.કથીરિયા સહિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળના ચેરમેન ડો.આર.જે.પાડોદરા,સચિવ ડો.વી.ડી.ડોડિયા તેમજ તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.આ પ્રસંગે પશુ ચિકિત્સકો માટે ઉપયોગી પુસ્તીકાનું પણ વિમોચન કરાયું હતું.