જૂનાગઢમાં બ્રહ્માનંદ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિતે સેમિનાર

જૂનાગઢ : જૂનાગઢમાં બ્રહ્માનંદ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

બ્રહ્માનંદ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા ગત તા. 20ના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચકલીના માળા સાથે સેમિનાર અને અનુભવ માટેની આપલે કરવામાં આવી હતી. દરેક વ્યક્તિને 2 માળા આપવામાં આવ્યા હતા. માળા લઇ જનારે પોતે પોતાના ઘરે, શાળામાં કે અન્ય જગ્યા પર જ્યાં પાણી પડે નહીં તેવા સ્થળ પર મૂકી અને સેલ્ફી પડી મોકલવાની રહેશે.

જ્યારે સેમિનારમાં ચકલી અને બીજા પક્ષીઓ કેમ ઓછા થતા જાય છે, તેના વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સંદર્ભે ગૂગલ પર સર્ચ કરતા ચોંકાવનારા તથ્યો સામે આવેલ હતા કે 70 ટકા જેટલા પક્ષીઓની જાતિ લુપ્ત થઈ ગઈ છે. તેનું મોટું કારણ જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ છે અને એ જ અનાજ આપણે અને પશુ-પક્ષીઓ વગેરે ખાઇ છે અને લાંબા ગાળે કેન્સર કે અન્ય કોઈ બીમારીમાં સપડાઈ જઈને મૃત્યુ પામીએ છીએ. આવા તથ્યો સામે આવ્યા હતા.