ચોબારી ફાટક પાસે ટ્રાફિકજામ થયા બાદ યુવકના પગ ઉપર કાર ચડાવી માર માર્યો

ફોર વ્હીલ ગાડીના ચાલકે માર મારી બાઇકમાં નુકશાન કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : ચોબારી ફાટક પાસે ટ્રાફિકજામ થયા બાદ યુવકના પગ ઉપર કાર ચડાવી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ફોર વ્હીલ ગાડીના ચાલકે માર મારી બાઇકમાં નુકશાન કર્યાની યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જયદીપભાઇ પરબતભાઇ બંધિયા (ઉ.વ ૨૪ રહે.જોષીપરા હરી કૂષ્ણનગર જુનાગઢ) એ આરોપી ફોર વ્હીલ ગાડી નંબર જીજે-૧૪-એ.કે.-૫૭૨૩નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે ફરીયાદી પોતાની નોકરી પુરી કરી જૂનાગઢના ચોબારી ફાટક પાસે પહોચતા ત્યા ટ્રાફિકજામ થતા ફરીયાદીની મોસા નંબર-જીજે-૧૧-એ.કે.-૭૪૦૩ સાથે એક ફોર વ્હીલ ગાડી નંબર જીજે-૧૪-એ.કે.-૫૭૨૩ ના ચાલકે પોતાની ફોરવ્હિલને ફરીયાદીના પગ ઉપર ચાડાવી ફરીયાદી સાથે બિભત્સ વર્તન કરીને ઢીંકાપાટુનો માર મારી જેમા તેમ ગાળો બોલી ફરીની મોસામા લાકડીનો ધોકો મારી ફરીયાદીની ગાડીમા રૂ.૨૦૦૦૦ નુ નુકશાન કરી ધમકી આપીને ફરાર થઈ ગયો હતો.