કબ્રસ્તાનની પડેલી દિવાલના પથ્થરોની ચોરી કરી ધમકી આપી

વંથલીના કબ્રસ્તાનમાં બનેલા બનાવમાં પાંચ આરોપીઓ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : વંથલીના કબ્રસ્તાનમાં કબ્રસ્તાનની પડી ગયેલી દિવાલના પથ્થરોની ચોરી કરી પાંચ શખ્સોએ આધેડને ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે પાંચેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હુશેનભાઈ અલીભાઈ સોઢા (ઉ.વ.૫૩ રહે.વંથલી, આઝાદાચોક મહાદેવ મંદીરની બાજુમા પીપળેશ્વર ફળી જી.જુનાગઢ) એ આરોપીઓ સીરાજ હારૂન વાઝા, મોશીન હારૂનાભાઈ કચરા (રહે. બ્ંને વંથલી) તથા ત્રણ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, બે આરોપીએ વંથલીના મુસ્લીમ કબ્રસ્તાનની પડી ગયેલ દિવાલ જે આશરે ૭૦ મીટર જેમા પથ્થર ૩૦૦ જેની કી.રૂ.૯૦૦૦ના તેની સાથેના ત્રણ અજાણ્યા ઈસમોએ સીરાજ હારૂના વાઝાના ટ્રેક્ટરમા ભરી ચોરી કરી તેમજ આરોપીએ સાહેદ હાબીદભાઈ મુલ્લાને ફોનમા ધમકી આપી હતી.