જુના મનદુઃખ મામલે બે પરિવાર વચ્ચે બઘડાટી, સામસામી ફરિયાદ

વંથલીના શાપુર ગામેં બન્ને પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : વંથલીના શાપુર ગામેં જુના મનદુઃખ મામલે બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને બન્ને પરિવારો એકબીજા ઉપર તૂટી પડીને મારામારી કર્યા બાદ બન્ને પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભીખાભાઇ હમીરભાઈ ડાભી (ઉ.વ.૫૪ રહે.ડાભીવાસ, શાપુર ગામ તા.વંથલી જી.જુનાગઢ) એ આરોપીઓ અનુરાગ દેવશીભાઇ મારૂ, હીરાભાઇ ખોડાભાઇ મહીડા, શાંતીબેન હીરાભાઈ (રહે. તમામ શાપુર ગામ તા.વંથલી) સામે ફરિયાદ નોંધાવી હતી કે,એક આરોપીએ ફરીયાદીની મોટરસાયકલ રોકાવી જમણી આંખની પાપણ ઉપર લોખંડનો પાઈપ મારી દેતા લોહી નિકળવા લાગેલ જેથી ફરીયાદી નીચે પડી જતા અન્ય આરોપીઓએ ફરીયાદીને શરીરે આડેઘડ લાકડીઓના ઘા મારેલ તેવામા ફરીયાદીએ રાડો નાખવા લાગતા આરોપીઓએ લાકડા જેવુ કાઈક લઈને આવેલ હોય અને ફરીયાદીને વાંસાના ભાગે મારેલ અને ફરીયાદીને ધમકી આપેલ કે, હવે કોઈ અમારા ઘરના સભ્યો ઉપર ફોન કરીશ તો તારા ઘરના સભ્યોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

સામાપક્ષે હીરાભાઇ ખોડાભાઇ મહીડા (ઉ.વ.૬૫ રહે શાપુર તા.વંથલી)એ આરોપીઓ ભીખા હમીર ડાભી, શ્યામ ભીખા ડાભી, મુકતીબેન ભીખા ડાભી, કારા જસા ડાભી, કશીબેન (રહે. તમામ શાપુર) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીઓ સાથે અગાઉ માથાકુટ થયેલ જે વાતનુ મનદુખ રાખી આરોપીઓએ ફરીયાદીના ઘરે જઇ ગાળો આપી ફરીયાદીએ ઘરનો ડેલો ખોલતા માથાના ભાગે ઉંધી કુહાડી મારી દેતા ફરીયાદી નીચે પડી જતા સાહેદ બહાર નીકળતા તેને પણ ગાળો આપવા લાગેલ તેવામા અન્ય આરોપીઓ આવી જતા તેણે પણ ફરીયાદીને ડાબા હાથમા તેમજ શરીરે આડેધડ લોખંડનો પાઇપ મારેલ અને સાહેદને પકડી રાખી શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારેલ તેમજ આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી અને ગામ મુકાવી દેસુ તેવી ધમકી તેમજ પોલીસ ફરીયાદ કરીશ તો ત્રણેયને પતાવી દેશુ તેવી ધમકી આપી હતી.