કેશોદમાં યુવાન ઉપર પથ્થર વડે હુમલો

કેશોદના ચારચોક ગંગા મેડીકલ સામે વાળી ગલીમા મારામારીની ઘટનામાં બે સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : કેશોદના ચારચોક ગંગા મેડીકલ સામે વાળી ગલીમા કોઈ કારણોસર યુવકને બે શખ્સોએ પથ્થર વડે માર મારી ધક્કો મારી પછાડી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વિનોદભાઇ નાથાભાઇ મકવાણા (ઉ.વ ૪૦ રહે.ઇન્દીરાનગર કેશોદ)એ આરોપીઓ અશોકભાઇ વાલાભાઇ ગોહેલ (રહે.કેશોદ ઇન્દીરાનગર બડા સોસાયટી) તથા એક અજાણ્યો માણસ સામે ફરિયાદ નોંધાવી હતી કે, કેશોદના ચારચોક ગંગા મેડીકલ સામે વાળી ગલીમા આરોપીઓએ કોઇપણ કારણોસર ફરીયાદી પાસે આવેલ અને અચાનક ત્યા રસ્તે પડેલ પથ્થર લઇ ફરીયાદીને જમણી આંખની બાજુમા મારી દઇ તથા ફરીયાદીને ધકકો મારી પછાડી દઇ ફરીયાદીને જમણી આંખ પાસે ગંભીર ઇજા કરી હતી.