બાઇકની ડેકીમાંથી ગઠિયો બે લાખ રોકડા અને પાસબુક તફડાવી ગયો

કેશોદના બસ સ્ટેશન પાસે ધોળા દહાડે બનેલી તડફંચીની ઘટનાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : કેશોદના બસ સ્ટેશન પાસે ધોળા દહાડે તડફંચીની ઘટના સામે આવી છે. જેમાં બાઇકની ડેકીમાંથી ગઠિયો બે લાખ રોકડા અને પાસબુક તફડાવી ગયો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મનસુખભાઈ ભીમભાઈ ગામી (ઉ.વ.૫૭ રહે.પીપલીયા નગર કિશાન મીલની બાજુમાં કેશોદ)એ અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, કેશોદના બસ સ્ટેશન પાસે ગઈકાલે અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીના બાઈક નં. GJ-11-AH-8545ની પેટીમા કોફી ક્લરની કાપડની થેલીમાં રાખેલ રૂપીયા ૨૦૦૦૦૦ તથા એકસીસ બેકના એકાઉન્ટની પાસબુક તથા એસ.બી.આઈ બેક એકાઉન્ટની પાસબુક તથા અન્ય બે બેંક એકાઉન્ટ ની પાસબુક રાખેલ હોય તે બાઈકની પેટી ખોલી પેટીમાથી રોકડા રૂપીયા કુલ રૂ.૨,૦૦,૦૦૦ તથા પાસબુકોની જાહેરમાથી ચોરી કરી ફરાર થઈ ગયો હતો.