હાથ ઉછીનાં રૂપિયાની ઉઘરાણી કરવા મામલે ચાર શખ્સો હથિયારો સાથે પરિવાર પર તૂટી પડ્યા

કેશોદ જુનાગઢ રોડ સોમનાથ હોટલ પાસે મારામારીના બનાવની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : કેશોદ જુનાગઢ રોડ સોમનાથ હોટલ પાસે હાથ ઉછીનાં રૂપિયાની ઉઘરાણી કરવા મામલે ચાર શખ્સો હથિયારો સાથે પરિવાર પર તૂટી પડ્યા હતા અને પરિવારના સભ્યો ઉપર હથિયારો વડે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે મહિલાએ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભાનુબેન રમેશભાઇ વાધેલા (ઉ.વ.૨૮ રહે. કેશોદ જુનાગઢ રોડ ઉપર સોમનાથ હોટલ પાસે તા.કેશોદ જી.જુનાગઢ)એ આરોપોઓ, ભુપતભાઇ ભીખાભાઇ વાધેલા, રોહિતભાઇ ભુપતભાઇ વાધેલા, ભરતભાઇ ભુપતભાઇ વાધેલા (રહે.ત્રણેય ચુડા ગામ તા.ભેસાણ), વિજયભાઇ ભુપતભાઇ વાધેલા (રહે.ચુડા ગામ તા.ભેસાણ હાલ રહે.કેશોદ સોમનાથ હોટલ પાસે તા.કેશોદ જી.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીએ આરોપી વિજયભાઇને પાંચસો રૂપીયા ઉછીંના આપેલ હોય જેથી ફરીયાદીએ આરોપી વિજયભાઇ ભુપતભાઇ વાધેલા પાસે રૂપીયા માંગવા જતા ફરીયાદીને ગાળો આપેલ બાદમાં પાછળથી આરોપીઓ ભુપતભાઇ ભીખાભાઇ વાધેલા તથા વિજયભાઇ તથા રોહીતભાઇ તથા ભરતભાઇ ફરીયાદીના ઘરે આવી ફરીયાદી તથા રમેશભાઇને ગાળો આપી ફરીયાદી તથા ભોગબનનારએ ગાળો દેવાની ના પાડતા તમામ આરોપીઓ આરોપી વિજયભાઇ ના ઝુપડે જઇ ત્યાથી ભુપતભાઇ લોખંડનો પાઇપ તથા વિજયભાઇ કુહાડી તથા રોહિતભાઇ લોખંડનુ ધારીયુ તથા ભરતભાઇ લોખંડનો સળીયો લઇ આવી ભુંડી ગાળો આપી ભોગબનનાર રમેશભાઇને ઢીકાપાટુનો માર મારી ભુપતભાઇએ લોખંડનો પાઇપ રમેશના પગમા મારેલ અને વિજયએ કુહાડી રમેશભાઇ સામે ઉગામી કહેલ કે તને મારીજ નાખવો છે. તેમ કહી મારી નાખવાના ઇરાદે પોતાની પાસેની કુહાડી રમેશના માથામા ધા મારી ગંભીર ઇજા કરતા આ સાહેદો વચ્ચે પડતા આરોપી રોહિત પાસે લોખંડનુ ધારીયુ હતુ જે ઝપાઝપીમા સાહેદ હકાભાઇના કપાળમા લાગી ગયેલ અને ભરતભાઇએ લોખંડનો સળીયો સાહેદ હકાભાઇના વાસામા મારી ઇજા કરી હતી.