જૂનાગઢ જિલ્લામાં 12 પીએસઆઇની આંતરિક બદલી

જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ બદલીનો ઘાણવો કાઢ્યો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં 12 પીએસઆઇની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ બદલીનો ઘાણવો કાઢીને જિલ્લાના પોલીસ બેડામાં ધરખમ પરિવર્તન કર્યા છે અને તાત્કાલિક બદલીની જ્ગ્યાએ હાજર થવા હુકમ કર્યો છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ આજે મોડી સાંજે બદલીના આદેશ કરી 12 પીએસઆઇ ની આંતરિક બદલી કરી નાખી છે. જેમાં ચોરવાડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એચ. કછોટની જૂનાગઢ બી ડિવિઝનમાં, માંગરોળ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.કે. ચાવડાની એ ડીવીઝનમાં, શીલ પોલીસ મથકના પીએસઆઇ વી.કે, ઉજીયા લિવ રિઝર્વ (એટેચ પેરોલ ફર્લો શાખા), બાટવા પોલીસ મથકના પીએસઆઇ પી.એસ.ઝાલા લિવ રિઝર્વ (એટેચ જિલ્લા ટ્રાફિક શાખા), હાલ લિવ રિઝર્વમાં રહેલા એ.ડી.વાળા શીલ પોલીસ મથકમાં, એ ડિવિઝનના પીએસઆઇ વી.આર.ચાવડા બાટવા પોલીસ મથકમાં, બીલખા પોલીસ મથકના પીએસઆઇ કે, વી. પરમાર માંગરોળ પોલીસ મથકમાં, લિવ રિઝર્વમાં રહેલા એસ એન.ક્ષત્રિય ચોરવાડ પોલીસ મથકમાં, બી ડિવિઝનના પીએસઆઇ એન.વી.આંબલિયા એ ડિવિઝનમાં, લિવ રિઝર્વમાં રહેલા જે.આર.વાંઝા બીલખા પોલીસ મથકમાં અને લિવ રિઝર્વમાં રહેલા એસ.આઈ સુમરા લિવ રિઝર્વ (એટેચ વિસાવદર પો.સ્ટે.) તેમજ લિવ રિઝર્વમાં રહેલા આર.ડી.ડામોરને લિવ રિઝર્વ (એટેચ સી.ડિવિઝન) માં મુકાયા છે.