સક્કરબાગમાં આરટીઆઇની માહિતી માંગવા ગયેલા યુવાન ઉપર ગુન્હો દાખલ કરવા સામે રોષપૂર્ણ રેલી

જૂનાગઢના અનુ. જાતિ સમાજ દ્વારા કલેકટરને રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું

જૂનાગઢ : જૂનાગઢના સક્કરબાગ ઝુમાં આરટીઆઇની માહિતી માટે ફોર્મ આપવા ગયેલા યુવાન સામે ખોટી રીતે ફરજમાં રૂકાવટની પોલીસ ફરીયાદ નોંધાતા આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. યુવક સામે ખોટી રીતે ફરિયાદ કરવા સામે જૂનાગઢ અનુ. જાતિ સમાજ દ્વારા કલેકટરને રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જુનાગઢ પ્રાણી સંગ્રહાલયનાં નિયામક ધ્વારા જુનાગઢ પ્રાણી સંગ્રહાલયનાં જંગલી પ્રાણીઓ તથા જળચર પ્રાણીઓને આપવામાં આવતા નોનવેજ ખોરાકમાં ભયંકર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહયો છે તે અંગેની આર. ટી.આઈ. માટે અરજીમાં રિસીવ કૉપીમાં જેનો કોન્ટ્રાકટ પૂરો થઈ ગયાં છે તે કર્મચારી પહેલા સહી આપવાની ના પાડતો હતો પછી એ જ કર્મચારીએ સહી કરી આપી હતી. બાદમાં આર ટી આઈ એક્ટીવીસ્ટ નિખિલ ચૌહાણ સામે ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા અનુ. જાતિ સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો. જેને પગલે અનુ.જાતિ સમાજ જૂનાગઢ જિલ્લાની અનુ.જાતી સમાજ, બિ.વી.એફ પૂરી ટીમ સાથે રહી આવેદનપત્ર આપી ઝુ ના નિયામક સામે રોષ વ્યકત કર્યો હતો અને આ ફરિયાદ પાછી ખેંચવામાં આવે અને આરટીઆઈમાં યીગ્ય અને સાચી માહિતી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.આજે અનુ.જાતિ સમાજના લોકોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું. તેમ નિખિલ ચૌહાણ આર ટી આઈ એક્ટીવિસ્ટ, જુનાગઢ અને દેવદાન મૂછડીયા અગ્રણી અનુ. જાતિ સમાજ દ્વારા જણાવાયું હતું.