જૂનાગઢમાં રંગ ઉડાડવાના બહાને મહિલાની છેડતી કરનાર પાંચની ધરપકડ

ધુળેટીમાં અવારાતત્વો છાકટા બન્યા હોવાની ફરિયાદ નોંધાતાની ગણતરીની કલાકોમાં જ પોલીસે કાર્યવાહી કરી

જૂનાગઢ : જૂનાગઢના રાયજીબાગની શેરીમાં જાહેરમાં ગઈકાલે ધુળેટીના પર્વની આડમાં અજાણ્યા ચારથી પાંચ શખ્શો છાકટા બની ધૂમ સ્ટાઇલ બાઇકમાં આવી મહિલા ઉપર બળજબરીથી રંગો ઊંડાડીને છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો.જેમાં ધુળેટી પર્વની આડમાં આવારાતત્વોએ આવું હીન કૃત્ય આચર્યું હોવાની ફરિયાદ નોંધાતાની સાથે પોલીસ હરકતમાં આવીને પાંચેય આરોપીઓને ગણતરીની કલાકોમાં જ દબોચી લીધા હતા.

જૂનાગઢમાં રહેતી મહિલા ગઈકાલે હોળીના તેહવાર સબબ જલારામ સોસાયટીમાં કલરથી હોળી રમી અને એકટીવા મોટર સાઇકલ લઇ પોતાના ઘરે જતા હોય દરમ્યાન રાયજીબાગ સોસાયટીની બીજી- ત્રીજી શેરીમાં પોહંચતા સામેથી એક મોટર સાઇકલવાળાએ તેમનો રસ્તો રોકી તેમના ઉપર કલર ઉડાળી અને તે દરમ્યાન અન્ય ત્રણ મોટર સાઇકલમાં અન્ય પુરષ ઇસમો આવી જઇ જે ચારથી પાંચ જણાએ ફરીયાદીની ઇચ્છા વિરૂધ્ધ તેમના ઉપર કલર ઉડાડી અને ફરીયાદીએ કલર ઉડાળવાની ના પાડવા છતા પણ તેના શરીરે હાથ વડે કલર લગાડવાના બહાને અવાર નવાર સ્પર્શ કરી અને જેમાંથી એક જાડા જેવા છોકરાએ કલર લગાડવાના બહાને ફરીયાદીની છેડતી કરી હતી.

મહિલાની છેડતીનો બનાવ સામે આવતા જૂનાગઢ રેન્જના ડીઆઇજી મનિંદરસિંહ પ્રતાપસિંહ પવાર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી તથા ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ સિ ડિવિઝનના પીએસઆઇ જે જે ગઢવી પીએસઆઇ વાજા સહિતના સ્ટાફે ગણતરીની કલાકોમાં જ પોલીસે પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં આરોપીઓ લખમણ હીરાભાઈ શામળા, મુન્ના રાજાભાઈ મકવાણા, જેઠા સામતભાઈ શામળા, રાજુ રામ ભાઈ કોડીયાતર, દિવ્યાંગ દીપકભાઈ ફટાણીયાની વિધિવત ધરપકડ કરી આ બાબતની વધુ તપાસ પીએસઆઈ વાજા ચલાવી રહ્યા છે.