હાથ ઉછીનાં આપેલા 80 રૂપિયા આપવાની ના પડતા યુવકને પતાવી દીધો, આરોપીની ધરપકડ

જૂનાગઢ જીલ્લા જેલ પાછળ અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલી નાખતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ

જૂનાગઢ : જૂનાગઢ જીલ્લા જેલ પાછળ અજાણ્યા યુવાનની થયેલી હત્યાનો ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભેદ ઉકેલી નાખ્યો હતો. આ યુવાનની હત્યા કરનાર આરોપીને પોલીસે દબોચી.લીધો હતો. જો કે શરૂઆતમાં પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ગોળ ગોળ વાત કરતા અંતે પોલીસે કડક પૂછપરછ હાથ ધરતાં તે ભાગી પડ્યો હતો અનેહા થ ઉછીનાં આપેલા 80 રૂપિયા આપવાની ના પડતા યુવકને પતાવી દીધો હોવાની કબૂલાત આપી હતી.

જૂનાગઢ જીલ્લા જેલ પાછળ સૌરાષ્ટ્રભૂમી પ્રેસ પાસે ગઇ તા.૧૪ ના રોજ અજાણ્યા પુરૂષ ઉવ.આ.૩૦ વાળાને કોઇ અજાણ્યા આરોપી દ્વારા કોઇપણ કારણસર કોઇપણ હથિયાર વડે અથવા પથ્થરથી જમણા કાન ઉપર તથા જમણી બાજૂ માથામાં ઘા મારી જીવલેણ ગંભીર ઇજા કરી મોત નિપજાવેલ હતું. આથી જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીન્દર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાશમ શેટ્ટી દ્વારા ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ સદરહુ બનાવમાં સંડોવાયેલ આરોપીની ઓળખ મેળવી તેને વહેલી તકે પકડી પાડવા સુચના કરવામાં આવેલ. જે ઉપરોક્ત સુચના અને ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, જુનાગઢ ડીવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. હરેન્દ્રસિંહ ભાટી, પી.એસ.આઇ. ડી.જી.બડવા તથા સ્ટાફના વીજયભાઇ બડવા, વિક્રમભાઇ ચાવડા, શબ્બીરખાન બેલીમ, જયદિપ કનેરીયા, યશપાલસિંહ જાડેજા, સાહિલભાઈ સમા, દેવશીભાઈ નંદાણીયા,ભરતભાઇ સોનારા, કરશનભાઇ કરમટા, દિપકભાઇ બડવા, ડાયાભાઇ કરમટા, ભરતભાઇ ઓડેદરા, દિવ્યેશભાઇ ડાભી, મયૂરભાઇ કોડીયાતર વિગેરે તથા એ ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇ.શ્રી એમ.એમ. વાઢેર તથા એ ડીવી.પો.સ્ટાફ તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના પો.સ્ટાફની અલગ અલગ આઠ ટીમો બનાવી આ કામે બનાવ સ્થળની આજૂબાજૂ વિસ્તારના સીસીટીવી ફૂટેઝ તથા ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ ટીમની દ્વારા મરણ જનાર ઇસમની ઓળખ કરવા તથા આ કામે ગુન્હાને અંજામ આપનાર આરોપી શોધી કાઢવા માટે રાત દિવસ એક કરી સઘન પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા.

દરમ્યાન પો.ઇ. હરેન્દ્રસિંહ ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા પો.હે.કો. વિક્રમભાઇ ચાવડા તથા પો.કો. સાહીલ સમા, દિપકભાઇ બડવા નાઓને સંયુક્તમાં ખાનગીરાહે ચોક્ક્સ હકિકત મળેલ કે, આ ગુન્હાને સંતોષ બુટીયા નામનો દેવી પુજક ઇસમકે જે ધંધૂકા તાલુકાનો છે. તેણે અંજામ આપેલ છે અને બનાવ બાદ તે ચોટીલા, લીમડી તરફ નાશી ગયેલ હોવાની ચોક્ક્સ હકિકત મળતા તાત્કાલીક દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ અને પો.હે.કો. વિક્રમભાઇ ચાવડા, જયદિપભાઇ કનેરીયા તથા પો.કો. દિવ્યેશભાઇ ડાભી, દિપકભાઇ બડવા દ્વારા પોકેટ કોપ એપ્લીકેસનાં ઉપરોકત હકિકત વાળા ઇસમ અંગે સર્ચ કરતા મજકુર ઇસમનું પુરૂ નામ સંતોષ સાઓ અશ્વિનભાઇ બુટીયા, દેવી પુજક રહે. બાજરડા ગામ, દેવી પુજક મહોલ્લા મઢની બાજુમાં, તા. ધંધૂકા જી.અમદાવાદ ગ્રામ્ય વાળો હોવાનું પ્રાથમીક રીતે જણાઇ આવતા પો.સ.ઇ ડી.જી.બડવા સ્ટાફના વિક્રમભાઇ ચાવડા, સાહીલભાઇ સમા, ડ્રા.પો.કો. વરજાંગભાઇ બોરીચા નાઓની એક ટીમ બનાવી મજકૂર ઇસમને શોધી કાઢવા માટે ચોટીલા, લીમડી તરફ રવાના કરવામાં આવેલ હતી.

આ ટીમ દ્વારા ચોટીલા તથા વિડી વિસ્તારમાં ખાનગીરાહે મજકુર ઇસમની તપાસ કરતા મજકૂર ઇસમ લીમડી પહેલા પાણીની નહેર નજીકથી મો.સા.નં. જીજે-૧૧-સીસી-૮૮૩૪ સાથે મળી આવતા રાઉન્ડ ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ ખાતે લાવી તેની પ્રાથમીક પુછપરછ કરતા કોઇ હકિકત જણાવતો ન હોય અને પોલીસને ગેરમાર્ગે દોરવા ખોટા ઢોંગ કરતો હોય. જેથી તેની યુક્તિ પ્રયુક્તિથી અને પોલીસની ભાષામાં કડક રીતે પુછપરછ કરતા તે ભાંગી પડેલ અને સદરહૂ ગુન્હાને અંજામ આપેલાની અને ઉપરોક્ત મળી આવેલ મો.સા. ચોરી કરેલ હોવાની હકિકત જણાવતા તેના વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે “એ” ડીવી.પો.સ્ટે. જૂનાગઢ ખાતે સોપી આપેલ છે.

આરોપી સંતોષ ઉર્ફે ઉમેશ અશ્વિનભાઇ બુટીયા ( ઉંવ.૧૯ ધંધો. મજૂરી રહે. બાજરડા ગામ, દેવી પુજક મહોલ્લા મઢની બાજુમાં, તા. ધંધૂકા જી.અમદાવાદ ગ્રામ્ય) એ પોલીસની.પૂછપરછમાં કબૂલાત આપી હતી કે તે તથા મરણ જનાર થોડા દિવસથી જૂનાગઢ રેલ્વે સ્ટેશન વિસ્તાર પાસે ભંગાર વિણતા હોય અને આરોપીએ મરણ જનારને બનાવના બે દિવસ પહેલા રૂ.૮૦ ઉછીના આપેલ હોય, જે પૈસા મરણ જનાર પાસે આરોપીએ બનાવની રાત્રે માંગતા મરણ જનારે આપવાની ના પાડતા બંને વચ્ચે ઝગડો થતા આરોપીએ મરણ જનારના માથા ઉંપર પથ્થરના ઘા મારી મોત નિપજાવેલ છે.

આ કામગીરીમાં પી.જી.જાડેજા પો.અધિ., જુનાગઢ વિભાગ, ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા “એ” ડીવી.પો.સ્ટે.ના પો.ઇ. એમ.એમ.વાઢેર તથા ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. ડી.જી.બડવા તથા એ એસ આઇ. વી.એન.બડવા તથા પો.હેડ.કોન્સ. વિક્રમભાઇ ચાવડા, યશપાલસિંહ જાડેજા, જયદિપભાઇ કનેરીયા, શબ્બીરખાન બેલીમ તથા પો.કોન્સ. સાહિલભાઇ સમા, દિપકભાઇ બડવા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોનારા, ભરતભાઇ ઓડેદરા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, મયુરભાઇ કોડીયાતર, દિવ્યેશભાઇ ડાભી, તથા ડ્રા.પો.કો. વરજાંગભાઇ બોરીચા, જગદિશભાઇ ભાટ્, મુકેશભાઇ કોડીયાતર, વનરાજ ચાવડા વિગેરે તથા “એ’ ડીવી.પો.સ્ટાફના તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના પો.કો. જીવાભાઇ ગાંગણા, ચેતનભાઇ સોલંકી વિગેરે પો.સ્ટાફ જોડાયો હતો.