જૂનાગઢ જિલ્લામાં પાંચ વિદેશી દારૂના દરોડામાં 6 ઝડપાયા, 2 ફરાર

હોળી-ધુળેટી નિમિતે પોલીસની બુટલેગરો પર તવાઈ યથાવત

જૂનાગઢ : જુનાગઢ જિલ્લામાં હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે વિદેશી દારૂની બદી અટકાવવા માટે રેન્જ આઈજીની સૂચનાને પગલે સ્થાનિક પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી બુટલેગરો ઉપર ચાલી રહેલી તવાઈ યથાવત રહી હતી. જેમાં જૂનાગઢ પોલીસે ગઈકાલે વેદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરો ઉપર સપાટો બોલાવી પાંચ વિદેશી દારૂના દરોડામાં 6ને ઝડપી લીધા હતા. જ્યારે 2 આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

પ્રથમ દરોડામાં જૂનાગઢ એ ડીવીજન પોલીસે પ્રદીપ ખાડીયામા મેઘમાયાનગરના ગેઇટની બાજુમા રોડ ઉપર ઓટો રીક્ષા નં. GJ 11 V 9494માં વિદેશી દારૂ લઈને નીકળેલા ઇકબાલખા ઉમરખા પઠાણ, હીરો ઉર્ફે ડગી પુંજાભાઇ ભારાઇને ઇંગ્લિશ દારૂની કુલ બોટલ નંગ-૭૮ કિ.રૂ.-૩૧,૨૦૦ તથા મો.ફોન– ૩ કિ.રૂ.૬૦૦૦ મળી કુલ કિ.રૂ.૬૨,૨૦૦ નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે દારૂ આપનાર સાહીલ મોહનભાઇ સોલંકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

બીજા દરોડામાં જૂનાગઢ બી ડીવીજન પોલીસે જોષીપરા આદર્શનગર-૦૨ અંબાજી નગર બ્લોક નં-૩૫ જૂનાગઢ પાસેથી આરોપી નંદલાલ કિશનચંદ ચાવલાને પોતાના મકાનમાં રાખેલ ભારતીય બનાવટની રોયલ ચેલેન્જ કલાસિક પ્રીમ્યમ વીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલ જેમા જોતા ૨૫૦ એમ.એલ. જેટલો દારૂ કિ.રૂ.૧૦૦ નો પ્રોહી મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

ત્રીજા દરોડામાં જૂનાગઢ એ ડીવીજન પોલીસે ઘરાનગર હનુમાન ચોક પાસે જુનાગઢ પાસે આરોપી વિજય ઉર્ફે બજુ દીલિપભાઇ સિંધવને ભારતીય બનાવટની પરપ્રાંતની ઇંગ્લીશ દારૂની અલગ-અલગ કંપનીની બોટલ નંગ-૦૪ કી.રૂ.૧૬૦૦ નો મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

ચોથા દરોડામાં કેશોદ પોલીસે કેશીદનાસુતારવાવ નજીક બોરડફળી સામે આરોપી જયેશ ઉર્ફે કિશન નટવરલાલ કુંભાણીને પોતાની ખોડલપાન નામની દુકાનમાં વિદેશી દારૂન એક બોટલની કિ.રૂ.૪૦૦ લેખે કુલ કિ.રૂ.૮૦૦ નો પ્રોહી. મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

પાંચમા દરોડામાં કેશોદ પોલીસે કેશોદનાનાની ધંસારી ગામે વાડી વિસ્તારમાંકરશનભાઇ રામભાઇ સોલંકીને પોતાની વાડીએ રહેણાંક મકાને ઈંગ્લિશ દારૂની સીલપેક બોટલ નંગ-૧૭ કી.રૂ.૬૩૭૫ તેમજ અન્ય સીલપેક બોટલ નંગ-૧૨ કી.રૂ.૪૮૦૦ તથા બીજી બ્રાન્ડેડ સીલપેક બોટલ નંગ-૦૪ કી. રૂ.૧૬૦૦ તથા મોબાઈલ-૧ કી.રૂ.૫૦૦૦ મળી કુલ રૂ.૧૭૭૭૫ નો પ્રોહિ મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.તેંમજ બીજા આરોપી ભરતભાઇ હમીરભાઇ રાડાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.