જૂનાગઢમાં પ્રાથમિક શાળામાં બાળકોનું વેક્સિનેશન કરાયું

જૂનાગઢ : જૂનાગઢના ડુંગરપુર રોડ સાઈડ પ્રાથમિક શાળામાં આજ રોજ 12 થી 14 વર્ષના બાળકોને કોરોના વેક્સીન આપવામાં આવી હતી.

આજ રોજ ડુંગરપુર રોડ સાઈડ પ્રાથમિક શાળા ખાતે જૂનાગઢ તાલુકા પંચાયત પ્રમુખ મૂકતાબેન પરમારની હાજરીમાં 12 થી 14 વર્ષનાં બાળકોનું કોવિડ રસીકરણની કામગિરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગરપુરનાં સ્ટાફ ડો.મોનિકાબેન ધોળકિયા તેમજ ધારાબેન મકવાણા,ચિરાગભાઈ ચૌહાણ,કિસનભાઈ ફળદુ, વર્ષાબેન વિરોજા દ્રારા કરવામાં આવી હતી.