સરકારી નોકરી મળી ગઇ પણ ઉચ્ચ હોદ્દા માટે તૈયારી કરૂ છું – રાધિકાબેન

જૂનાગઢમાં રહેતા અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા પાઠક રાધિકાબેને જણાવ્યું હતું કે, હું છેલ્લા ત્રણ વર્ષથી પરીક્ષા માટે વાંચવા લાઇબ્રેરીમાં આવું છું. હું પણ નોકરીમાંથી ફ્રી સમય મળતા અહીંયા વાંચવા માટે આવી જાવ છું. અહીંયા મળતી સુવિધા અને વાંચનાલય થકી જ મને સરકારી નોકરી મળી છે. પણ હજુ ઉચ્ચ હોદ્દા માટે હું તૈયારી કરૂ છું.