જૂનાગઢ રેડ ક્રોસ હોલ ખાતે ત્રણ દિવસ મહાશિવરાત્રી ફોટો એક્ઝિબિશન યોજાશે

જૂનાગઢ : જૂનાગઢ ફોટોગ્રાફી ગ્રુપ (JPG) અને ટીમ આપણું જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે શહેરના રેડ ક્રોસ હોલ, આઝાદ ચોક ખાતે આગામી તા.૧૯ થી ૨૧ માર્ચ ૨૦૨૨ એમ શનિ-રવિ-સોમ ત્રણ દિવસ માટે સવારે ૧૧ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી મહાશિવરાત્રિ ફોટો એક્ઝિબિશનનું આયોજન કરાયેલ છે. જેમાં જૂનાગઢ સહિત વિવિધ શહેરોના ફોટોગ્રાફર મિત્રો મહાશિવરાત્રિના મેળા દરમિયાન તેઓએ ક્લિક કરેલા સુંદર ફોટોગ્રાફ્સ આ ફોટો એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરવાના છે. આ ફોટો એક્ઝિબિશનમાં તમામ લોકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. આ ફોટો એક્ઝિબિશનનો લાભ લેવા અખબારી યાદીમાં જણાવાયું છે.