જૂનાગઢમાં પ્રદેશ ભાજપ પ્રમુખનો જન્મદિવસ ઉજવાયો

સ્વ.ભૂતપૂર્વ સાંસદ ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી ઉજવણી

જૂનાગઢ : જૂનાગઢમાં પ્રદેશ ભાજપ પ્રમુખના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.સ્વ.ભૂતપૂર્વ સાંસદ ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી પર સેવાકીય કાર્ય કરવામાં આવ્યા હતા.

જૂનાગઢમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટિલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી સ્વ.ભૂતપૂર્વ સાંસદ ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી.પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટિલના જન્મદિવસ હોવાથી ચીખલીયા હોસ્પિટલમાં કેક કટીંગ કરવામાં આવી હતી.આ વિશેષ ઉજવણીમાં ઇન્દ્રભારતી બાપુ તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટિલના જન્મદિવસ નિમિતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ કુપોષીત બાળકોને ન્યૂટ્રિશિયન પાવડરના પેકેટ આપવામાં આવ્યા હતા.