જૂનાગઢ જિલ્લામાં વિદેશી દારૂના ચાર દરોડામાં બેની ધરપકડ, ચાર ફરાર

હોળી-ધુળેટીમાં દારૂની રેલમછેલ અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોનું ઓપરેશન જારી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં બુટલેગરો ઉજવણીની આડમાં વિદેશીની રેલમછેલ કરી પ્યાસીઓની ડિમાન્ડ પુરી કરવા સક્રિય થયા હોવાથી રેન્જ આઈની સૂચનાને પગલે હોળી-ધુળેટીમાં દારૂની રેલમછેલ અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોનું ઓપરેશન જારી રહ્યું છે અને જૂનાગઢ જિલ્લામાં વિદેશી દારૂના પાંચ દરોડામાં બેની ધરપકડ કરી હતી. જ્યારે ચાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

પ્રથમ દરોડામાં જૂનાગઢ એ ડીવીજન પોલીસે નેમીનાથનગર જુનાગઢ પાસેથી રહેણાંક મકાન પાસેની જગ્યામા કચરાના ઢગલામાં રહેલી ભારતીય બનાવટની પરપ્રાંતની બેગપાઇપર ડીલક્ષ વ્હીસ્કી ફોર સેલઇન દાદર એંન્ડ નગર હવેલી ૭૫૦ એમ.એલની બોટલો નંગ-૨ કિ.રૂ. ૮૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.જ્યારે હાજર નહી મળેલ આરોપી જયેંદ્ર મંગળુભા જાડેજાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

બીજા દરોડામાં બી ડીવીજન પોલીસે મજેવડી દરવાજા પાસે જુનાગઢ નજીક ઇગ્લીશ પીવાના દારૂની બોટલો નંગ-૫ કિ.રૂ.૨૦૦૦-નો તથા બાઈક જેના ન.GJ-3CP-7210 ની કિ.રૂ.૧૫૦૦૦ગણી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧૭૦૦૦ સાથે આરોપી હીરેન કિશોરભાઇ બારૈયાને ઝડપી લીધો હતો.

ત્રીજા દરોડામાં ભેસાણ પોલીસે ઉમરાળી ગામે, ધારી ગુંદાળી જતા રસ્તે આવેલ વાડીના મકાનમાથી ઇગ્લીશ દારૂ મેકડોવેલ્સ નં ૧ સુપ્રીયર વીસ્કી ઓરીજનલની પેટી નંગ-૪૨ જે બોટલ નંગ–૫૦૪ કી.રૂ. ૨,૦૧,૬૦૦ તથા રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ વીસ્કીની પેટી નંગ-૧૪ જે બોટલો નંગ- ૧૬૮ કી.રૂ.૬૭,૨૦૦ તેમજ ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વે વીસ્કીની પેટી નંગ-૧૧ તથા છુટક બોટલ નંગ-૫ મળી કુલ બોટલ નંગ- ૧૩૭ કી.રૂ.૫૪,૮૦૦ તથા હેયવર્ડ ૫૦૦૦ સ્ટ્રોગ બીયર ટીન નંગ-૧૯ કી.રૂ.૧૯૦૦ મળી કુલ રૂ. ૩,૨૫,૫૦૦ નો મુદામાલ ઝડપી લીધો હતો. જો કે આરોપી અનીરૂધ્ધ ઉર્ફે અનો ભીખુભાઇ ખુમાણ હાથ આવ્યો ન હતો.

ચોથા દરોડામાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરડાવાવ ભકિતનગર સોસાયટી જુનાગઢ પાસે વિદેશી દારૂ તથા બીયરની પેટી નંગ-૫ તથા છુટી બોટલો નંગ-૭૨ તથા બીયર ટીન નંગ-૨૪ કુલ કિ.રૂા.૩૨,૨૦૦ તથા એપલ કંપનીનો મોબાઇલ ફોન-૧ કિ.રૂા.૧૦,૦૦૦ તથા અલ્ટો ફોરવ્હીલ કાર જેના નં.જીજે-૧૧-એસ-૫૬૦૧ કિ.રૂા.૧,૦૦,૦૦૦ એમ મળી કુલ કુલ મુદામાલ કિરા.૧,૪૧,૨૦૦ નો મુદામાલ સાથે આરોપી જયદીપ ડાયાભાઇ રાડાને ઝડપી લીધો હતો.જ્યારે હાજર નહી મળી આવેલ ભીમા ડાયાભાઇ શામળા તથા દારુ તથા બીયરનો જથ્થો લેનારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.