દારૂની પોલીસને બાતમી આપ્યાની શંકા કરી પરિણીતા ઉપર હુમલો અને ઘરમાં તોડફોડ

વિસાવદરના માણંદીયા ગામેં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : વિસાવદરના માણંદીયા ગામેં દારૂની પોલીસને બાતમી આપ્યાની શંકા કરી પરિણીતા ઉપર હુમલો અને ઘરમાં તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ મામલે પરિણીતાએ બે શખ્સો સામે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વિસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ગીતાબેન મનસુખભાઇ દાફડા (ઉ.વ.૨૧ રહે. માંણદીયાગામ આંબલી પાસે વાસમા તા.વિસાવદર) એ આરોપીઓ અનીલ વાઘાભાઇ દાફડા , દીવ્યેશ રમેશભાઇ મકવાણા (રહે. બંન્ને માણદીયાગામ તા.વિસાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી એક આરોપી ઉપર દેશીદારૂનો કેશ થયેલ જે દારૂ પોલીસને ફરીયાદી તેમજ તેના પરીવારના માણસોએ બાતમી આપી પકડાવેલની શંકા કુશંકા રાખી બંન્ને આરોપીઓએ લાકડી તથા કુહાડી સાથે ફરીયાદીના મકાનમાં ઘુસી ફરીયાદીના મકાને આરોપીએ કુહાડીથી પાણી ભરેલ મોટી નાનને તોડી નાખી,ઓસરીમાના દેશીવિલાયતી નળીયા અમુક તોડી નાખેલા તેમજ ઠામવાસણમા તોડફોડ કરી નુકશાની કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત અને અપમાનીત કરી તથા આરોપીએ લાકડીનો બડીયો ફરીયાદીને ડાબા હાથમા કોણીથી નીચેના ભાગે મારી મુંઢ ઇજા કરી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી હતી.