જુનાગઢ ખાતે સરદાર પટેલ કર્ચામારી મંડળ દ્વારા દ્વિતિય સ્નેહ મિલન સમારોહ યોજાયો

જૂનાગઢ : જુનાગઢ ખાતે સરદાર પટેલ કર્ચામારી મંડળ દ્વારા દ્વિતિય સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન સમાજ શ્રેષ્ઠીઓ, રાજકીય અગ્રણીયો, શૈક્ષણિક સંસ્થાનાં ટ્રસ્ટીઓ, તેમજ સ.પ.ક.મ. ના આજીવન સભ્ય પદ ધરાવતા કર્મચારી કે અધિકારી નિવૃત થયેલા હોય તેઓના નિવૃત વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ ઉપરાંત લેઉઆ પટેલ સમાજ માં વિશિષ્ટ પ્રતિભાઓ નો સન્માન કાર્યક્રમ ગીરનાર પબ્લિક સ્કૂલ ખાતે કરાયું હતું.

પીજીવીસીએલ વર્તુળ કચેરી જૂનાગઢના અધિક્ષક ઈજનેર એ. એમ. પાઘડારના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમનું ઉદઘાટન ડો. જી. કે. ગજેરા, ટ્રસ્ટી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ, ગોપાલભાઈ રૂપાપરા, ટ્રસ્ટી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ, જે. કે. ઠેસીયા, ચેરમેન & મેનેજીંગ ટ્રસ્ટી શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ, કરસનભાઈ ધડુક પ્રમુખ શ્રી દોમડીયા વાડી જુનાગઢ, ડો. વી. પી. ચોવટીયા નિવૃત કુલપતિ જુ.કુ.યુ. જુનાગઢ, લક્ષ્મણ ભાઈ લાખાણી પ્રમુખ કયાડાવાડી જોષીપરા, જેન્તીભાઈ વઘાસીયા, ટ્રસ્ટી શ્રી સરદારધામ અમદાવાદ, હરસુખભાઈ વઘાસીયા, સમૂહ લગ્ન પ્રણેતા જુનાગઢ, ઉપસ્થિત રહયા હતા.

આ ઉપરાંત સ.પ.ક.મ.નાં પાયાના પથ્થર એવા ભૂતપૂર્વ પ્રમુખ રતિલાલ ડોબરિયા, કુરજીભાઈ ગાજીપરા, પ્રવિણભાઈ ચોથાણી, કૃષ્ણકાંત પટોળીયા, પ્રકાશભાઈ ભંગડીયા વગેરેને સરદાર પટેલ સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવેલ હતા.

આ ઉપરાંત સમાજનાં જાણીતા અગ્રણી મહિલાઓ નયનાબેન વઘાસીયા ખોડલધામ મહિલા કન્વીનર જુનાગઢ તેમજ ભાદ્રાબેન વૈશ્નવ સરદાર ધામ જુનાગઢ જીલ્લાના મહિલા સંયોજક, જયશ્રીબેન રંગોલીયાનું પણ સન્માન કરવામાં આવેલ હતું.

કાર્યક્રમ દરમિયાન સમાજનાં અગ્રણી અમુભાઈ પાનસુરીયા, અમિતભાઈ ઠુમ્મર, પી. પી. વોરા, મનસુખભાઈ પટોળીયા, મહેન્દ્રભાઈ ગોધાણી, કુસુમબેન ભુવા, ઉષાબેન ગોધાણી, વનીતાબેન સુરાણી, મુકેશભાઈ ભંડેરી, પી. એચ. માવાણી, નિવૃત ચીફ ઈજનેર પી.જી.વી.સી.એલ., તેમજ આ પ્રસંગે માત્ર ચાર ધોરણ ભણેલા અને નાના એવા પ્રેમપરા ગામના વતની મથુરભાઈ રીબડીયા કે જેઓની હેતલ આર્ટ ગેલેરી નામની યુટ્યુબ અને ફેસબુક ચેનલ સોશીયલ મીડિયામાં ભારતભરમાં પ્રથમ નંબર ઉપર કામ કરે છે અને જુનાગઢ ખાતે ૧૦૦ જેટલા યુવક યુવતીઓને રોજગારી પુરી પાડે છે તેઓ દ્વારા ૧૦૦ જેટલા નવા યુવક યુવતીઓને રોજગાર આપવા માટે કટીબધ્ધતા દાખવેલ હતી..

લેઉઆ પટેલ સમાજનાં રાજકીય અગ્રણી અને મહાનગર પાલિકાનાં પદાધિકારીઓ એવા સ્ટેન્ડિંગ કમિટી નાં ચેરમેન હરેશભાઈ પરસાણા, બાંધકામ સમિતિ નાં ચેરમેન ધર્મેશભાઈ પોશીયા, સંયોજન સમિતિ નાં અધ્યક્ષ ગોપાલભાઈ રાખોલીયા, કુસુમબેન અકબરી, મંજુલાબેન પરસાણા, ભાવનાબેન હીરપરા, નટુભાઈ પટોળીયા આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને સ.પ.ક.મ. નાં પ્રમુખ હરેશભાઈ વઘાસીયા દ્વારા શબ્દોથી સ્વાગત કરી ઉપસ્થિત મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા.

આ મંડળની કાર્યવાહી વિષે માહિતી આપતા ડો. જી. કે. ગજેરાએ મંડળ દ્વારા વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃતિઓ જેવીકે આરોગ્યવર્ધક કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, માહિતી કેન્દ્ર, પર્યાવરણલક્ષી વૃક્ષારોપણ સંદેશ આપવાની કામગીરીઓ તેમજ કોરોના કાળ દરમિયાન જરૂરીયાત મંદ પરિવારોને ફુડ પેકેટ વિતરણ કરેલ તેની માહિતી આપેલ અને આ પ્રવૃત્તિ બદલ કર્મચારી મંડળ ને અભિનંદન પાઠવેલ હતા.

સ.પ.એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન જે. કે. ઠેશીયા સાહેબ દ્વારા સ.પ.ક.મ.ની પ્રવૃતિને બિરદાવેલ તેમજ સાથે સાથે એવો સંદેશ આપેલ કે લેઉઆ પટેલ સમાજનાં ગ્રામ્ય લેવલે જે ખેડુતો તેમજ ગરીબ પરિવારો ને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો મળી શકે તે માટે જન જાગૃતિ અભિયાન માટે સૂચક ટકોર કરેલ હતી.

આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા દ્વારા જીવનમાં ભણતરનું મહત્વ સમજાવેલ અને સ.પ.ક.મ.ની પ્રવૃતિને બિરદાવેલ તેમજ આ તકે સમૂહ લગ્નનાં પ્રણેતા હરસુખભાઈ વઘાસીયા દ્વારા સમાજમાં ચાલતી બદીઓ ને કઈ રીતે દુર કરવી તે બાબતે સમાજને જાગૃત કરવા માટે કર્મચારી મંડળ ને હાકલ કરેલ હતી. આ તકે મધુરમ કન્સ્ટ્રકશનનાં એમ.ડી. જેન્તીભાઈ વઘાસીયા ઉપસ્થિત રહેલ તેઓએ સમાજની સંસ્થાઓને જે દાનભેટ મળે છે તેનો શૈક્ષણિક તેમજ રોજગારી ક્ષેત્રે સદુપયોગ થાય તે બાબતે ભાર મુકેલ હતો.

સમારોહને સફળ બનાવવા સ.પ.ક.મ. ના પ્રમુખ હરેશભાઈ વઘાસીયા, ઉપ પ્રમુખ સંજયભાઈ અકબરી, કિશોરભાઈ ધડુક, શૈલેષભાઈ ભુવા, બાઘુભાઈ ડોબરિયા, જેન્તીભાઈ વસોયા, પ્રકાશભાઈ ભંગડીયા, અલ્પેશભાઈ વેકરીયા, જે. કે. વસોયા, પ્રવીણભાઈ ચોથાણી, પી. ડી. ગજેરા, કપિલભાઈ સુદાણી, અરવિંદભાઈ ગજેરા, જીગ્નેશભાઈ દુધાત તેમજ સભાડીયાભાઈ દ્વારા જહેમત ઉઠાવેલ. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરુભાઈ દોમડીયા દ્વારા કરેલ અને કાર્યક્રમનાં અંતે પી. ડી. ગજેરા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.