ચોરવાડ બંદર વિસ્તારમાં ઇલેક્ટ્રીક શોક લાગતા યુવકનું કરુણ મોત

જૂનાગઢ : ચોરવાડ બંદર વિસ્તારમાં ઇલેક્ટ્રીક શોક લાગતા યુવકનું કરુણ મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જમનાદાસ પ્રેમજીભાઇ સુખડીયા (ઉ.વ.૪૫ રહે.ચોરવાડ બંદર)ને ગઈકાલે ચોરવાડ બંદર વિસ્તારમાં ઇલેક્ટ્રીક શોક લાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ કરુણ બનાવથી હતભાગીના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.