જૂનાગઢ નજીક વિદેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ, આરોપી ફરાર

અન્ય બનાવમાં મેંદરડા નજીક બાઇકમાં બિયરના ડબલાની હેરાફેરી કરતો એક ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં રેન્જ આઈજીની હોળી ધુળેટીના તહેવારો ઉપર દારૂની રેલમછેલ પર રોક લગાવી બુટલેગરો ઉપર તૂટી પડવાની સૂચનાને પગલે જૂનાગઢ પોલીસ દ્વારા દારૂની બળીને કડક હાથે ડામી દેવાની તવાઈ યથાવત રહી છે. જેમાં જૂનાગઢ નજીક પોલીસે ગઈકાલે જૂનાગઢ નજીક વિદેશી દારૂ ભરેલી રીક્ષાને ઝડપી લીધી હતી.તેમજ અન્ય બનાવમાં મેંદરડા નજીક બાઇકમાં બિયરના ડબલાની હેરાફેરી કરતો એકને ઝડપી લીધો હતો.

જૂનાગઢ સી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે એસ.ટી. બસ કોલોની કેન્ટીગ પાસે દરોડો પાડી પ્યાગો રીક્ષા નંબર જી.જે.૦૧.ડી.વી.૨૫૬૪ કી.રૂ.૩૦,૦૦૦ ની વચ્ચેની સીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટ ની નં મેકડોવેલ્સ નં-૦૧ સુપેરીયર વ્હીસ્કી ઓરિજ્નલ ફોર સેલ ઇન હરીયાણા ઓંન્લી છુટી બોટલ નંગ-૦૮ એક બોટલની કિં.રૂ.૪૦૦ લેખે બોટલ નંગ-૦૮ ની કિં.રૂ-૩૨૦૦ તથા ઓલ સેસંન્સ ગોલ્ડન કલેક્શન રીઝર્વ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓંન્લી લખેલ છુટી બોટલો નંગ-૦૪ એક બોટલની કીં.રૂ-૪૦૦ લેખે બોટલ નંગ-૦૪ ની કિં.રૂ-૧૬૦૦ મળી કુલ મળી કુલ કિં.રૂ.૩૪,૮૦૦ નો મુદામાલ ઝડપી લીધો હતો.જ્યારે હાજર નહી મળી આવેલ આરોપી કાળૂભાઇ ઝીણાભાઇ શાંતાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં મેંદરડા પોલીસે ગઈકાલે મેંદરડા અમીધાર રીસોર્ટ પાસે સાસણ નજીક વાહન ચેકિંગ દરમિયાન બાઇકમાં બિયરના ટીન લઈને નીકળેલા આરોપી હાર્દિકભાઇ ત્રિભુવનભાઇ જોષીને ૧૧-બી.એન.-૮૨૯૯ નંબરના બાઇકમાં ભારતીય બનાવટના બીયરના ડબલા નંગ-૦૨ કિ.રૂ. ૨૦૦ તથા મો.ફોન એક કિ.રૂ.૩૦૦૦ તથા હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ બાઈક કિ.રૂ. ૧૫,૦૦૦ એમ કુલ ૧૮,૨૦૦નાં મુદામાલ સાથે પકડી લીધો હતો.