જૂનાગઢ સ્મોલ આર્મ ફાયરીંગ રેન્જમાં ફાયરીંગ પ્રેક્ટીસ અંતર્ગત પ્રવેશબંધી

જૂનાગઢ : જૂનાગઢ સ્મોલ આર્મ ફાયરીંગ રેન્જ, ૮ ગુજ બીએનએનસીસી ગ્રાઉન્ડ ખાતે તાત્કાલીક અસરથી તા.૧૭/૪/૨૦૨૨ સુધી ૨૨ બોર રાયફલની ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોય આ પ્રેક્ટીસ દરમિયાન ફાયરીંગના સ્થળની આજુબાજુના વિસ્તારમાં લોકો તથા વાહનોની અવર-જવર ભયજનક જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એલ.બી.બાંભણિયાને જૂનાગઢ સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની આંક-૨૨ની કલમ-૩૩(૧)(બી)હેઠળ મળેલ સત્તાની રૂએ તાત્કાલીક અસરથી તા.૧૭/૦૪/૨૦૨૨ દરમિયાન(બન્ને દિવસો સહિત) સવારે ૭ થી સાંજના ૧૯ કલાક સુધી જૂનાગઢ સ્મોલ આર્મ ફાયરીંગ રેન્જ, ૮ ગુજ બીએન એનસીસી ગ્રાઉન્ડ આજુબાજુના ૧ કિ.મી. વિસ્તારમાં રાહદારીઓને તેમજ વાહનોને ઉપરોક્ત સમય દરમિયાન પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે.