જૂનાગઢનાં બફેલ રેન્જ નાં આસપાસનાં એક કીલોમીટરનાં વિસ્તાવરમાં પ્રવેશબંધી

જૂનાગઢ : જૂનાગઢ તા.૧૪ પોલીસ તાલીમ મહાવિધાલય જૂનાગઢ ખાતે આવેલ બફેલ રેન્જ ખાતે તા.૨૧/૩/૨૦૨૨ થી તા.૧૩/૪/૨૦૨૨(દિન-૨૪) દરમિયાન સવારના ૬ કલાકથી સાંજના ૧૯ કલાક સુધી ફાયરીંગ પ્રેક્ટીસ યોજાશે.

આ દરમિયાન પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં જૂનાગઢનાં બફેલ રેન્જ૨ ફાયરીંગ બટ ખાતે લોકો તથા વાહનોની અવર જવર જણાતા અધિક જીલ્લા મેજિસ્ટ્રે ટશ્રી એલ.બી.બાંભણિયાને તેમને મળેલ સત્તાની રૂઇએ તા.૨૧/૦૩/૨૦૨૨ થી ૧૩/૦૪/૨૦૨૨ (દિન-૨૪) દરમિયાન જૂનાગઢનાં બફેલ રેન્જનનાં આસપાસનાં એક કીલોમિટરની રેંન્જલમાં રાહદારીઓને તેમજ વાહનોને સવારે ૬-૦૦ થી સાંજનાં ૧૯-૦૦ કલાક સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે.